Saiyaara: તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મમાં મહેશની ભૂમિકા ભજવનાર શાન આર ગ્રોવરે કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સાથે પોતાના ખાસ બોન્ડ વિશે વાત કરી છે
શાનુ શર્મા અને શાન આર ગ્રોવર
શું તમને ખબર છે કે શાનુ શર્માએ શાન આર ગ્રોવર અને અનીતને સૈયારા (Saiyaara)માં સ્ક્રીન પર પોતાનો જાદુ પાથરવામાં મદદ કરી હતી. આજે તે વિષે વાત કરવી છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ `સૈયારા` (Saiyaara)માં મહેશની ભૂમિકા ભજવનાર શાન આર ગ્રોવરે કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્મા સાથે પોતાના ખાસ બોન્ડ વિશે વાત કરી છે. તેઓએ એ વાત પર પણ પ્રકાશ પાડ્યો હતો કે કેવી રીતે શાનુ શર્માના માર્ગદર્શનથી તેમણે પોતાના અભિનયને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ADVERTISEMENT
આ સાથે જ અભિનેતાએ ખુલાસો કર્યો કે શાનુ હંમેશાં તેની સફરમાં સતત સમર્થન આપતા રહ્યા છે. માત્ર તેઓએ તેની ક્ષમતા પર વિશ્વાસ કર્યો છે એટલું જ નહીં, પરંતુ અનીત સાથેની તેની જોડી પડદા પર ઓર્ગેનિક અને વધુ જીવંત કઈ રીતે બને તે માટે પણ પોતે ખુબ મહેનત કરી છે.
આ જ બાબતનો પોતાનો અનુભવ શેર કરતાં શાન આર ગ્રોવરે કહ્યું, "મારે મારી આ જર્ની માટે શાનુ મેડમને પુરેપુરો શ્રેય આપવો જ ઘટે. તેઓએ ખરેખર અનીત અને મારી જોડીમાં વિશ્વાસ મૂક્યો હતો. અને અમારા વચ્ચેની કેમેસ્ટ્રી સ્ક્રીન પર એકદમ સાહજિક લાગે તેની માટે તેઓએ સૈયારાનું શૂટિંગ શરૂ થાય એની પહેલાં વ્યક્તિગત રીતે અમારી સાથે 3-4 વર્કશોપનું આયોજન કર્યું હતું. તે સેશનોએ ખરેખર અમને ખુબ શીખવ્યું. અમે વધુ મોકળા થયા. એકબીજાને વધુ સારી રીતે ઓળખી શક્યા અને અમારા પરફોર્મન્સમાં વધુ જીવંતતા આવી.
Saiyaara: શાન આર ગ્રોવરે પોતાની વાતને આગળ વધારતા કહ્યું હતું કે શાનુ સાથેના તેમના સંબંધમાં જે બાબત ખાસ છે તે છે દરેક વિગત પર તેમનું નિરીક્ષણ અને એક અભિનેતા તરીકે તેનામાં વિશ્વાસ મૂકવો. તે એવી વ્યક્તિ છે કે તમે એમની પાસે સલાહ માટે વિના સંકોચે જઇ શકો. તેઓએ જ સૈયારા માટે અમને આત્મવિશ્વાસ આપ્યો હતો. "શાનુ મેડમ સાથે હોઈએ ત્યારે ક્યારેય માત્ર વ્યવહારુ સંબંધ હોય એવું ન લાગે, તેઓ પોતાના કલાકારોને પરિવારની જેમ પ્યાર આપે છે. અને તે ઊર્જા અને હુંફ તેઓના કામમાં દેખાઈ આવે છે. મારા માટે, તે એક મેન્ટોર, ગાઈડ અને ફ્રેન્ડ રહ્યાં છે.
Saiyaara: આ જ અનુબંધને કારણે શાન અને અનીત વચ્ચેની મિત્રતા પડદા પર એકદમ જીવંત લાગે છે. જેનો અનુભવ પ્રેક્ષકોએ કર્યો જ છે.
તમને જણાવી દઈએ કે શાન આર ગ્રોવરે દિલ્હીની મોડર્ન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછી મુંબઈની જય હિંદ કોલેજમાં આગળનું શિક્ષણ મેળવ્યું હતું. અભિનેતા તરીકેની કારકિર્દી પહેલાં તેણે હર્ષવર્ધન રાણેની `સનમ તેરી કસમ`માં સહાયક નિર્દેશક પણ તરીકે કામ કર્યું હતું.


