ઉદિતા ગોસ્વામી બની DJ, અહાન પાંડે-અનીત પડ્ડાની જબરદસ્ત કેમિસ્ટ્રી
પાર્ટીની ક્ષણો
અહાન પાંડે અને અનીત પડ્ડા અભિનીત ‘સૈયારા’ને જબરદસ્ત સફળતા મળી છે અને આમ છતાં એનો ક્રેઝ ઓછો નથી થઈ રહ્યો. હાલમાં ‘સૈયારા’ના ડિરેક્ટર મોહિત સૂરિએ ફિલ્મની સફળતાની પાર્ટી આપી, જેની તસવીરો અહાન પાંડેની મમ્મીએ સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં અહાન પાંડે અને અનીત પડ્ડાની કેમિસ્ટ્રી જોઈને તેમના ફૅન્સ ખૂબ જ ખુશ થયા છે. ઘણાનું કહેવું છે કે બન્ને ઑન-સ્ક્રીન જ નહીં, ઑફ-સ્ક્રીન પણ ખૂબ સારાં લાગે છે. બન્નેની ડેટિંગની પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
આ સક્સેસ પાર્ટીમાં ડિરેક્ટર મોહિત સૂરિની પત્ની ઉદિતા ગોસ્વામીએ પણ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. આ પાર્ટીમાં ઉદિતાએ DJ બનીને ગીતો વગાડીને લોકોમાં જોશ ભરી દીધો હતો.


