Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Saand ki Aankh:ભૂમિ પેડણેકરે પોતાના પાત્ર વિશે કર્યો ખુલાસો

Saand ki Aankh:ભૂમિ પેડણેકરે પોતાના પાત્ર વિશે કર્યો ખુલાસો

08 July, 2019 02:26 PM IST | મુંબઈ

Saand ki Aankh:ભૂમિ પેડણેકરે પોતાના પાત્ર વિશે કર્યો ખુલાસો

Saand ki Aankh:ભૂમિ પેડણેકરે પોતાના પાત્ર વિશે કર્યો ખુલાસો


બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ ભૂમિ પેડણેકર હાલ પોતાની અપકમિંગ ફિલ્મ 'પતિ, પત્ની અને વો'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સાથે જ તેની અપકમિંગ ફિલ્મ 'સાંડ કી આંખ'નું પ્રમોશન પણ કરી રહી છે. તાજેતરમાં જ ભૂમિ પેડણેકરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટ સાથે ભૂમિ પેડણેકરે ફિલ્મ 'સાંડ કી આંખ'ના પોતાના પાત્રની ઓળખાણ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર ભૂમિ પેડણેકરે ફિલ્માં પોતાના યંગ લૂકનો ફોટ શૅર કર્યો છે.

ભૂમિ પેડણેકરે પોતાના ફોટો સાથે લખ્યું છે,'17 પે હો ગઈ શાદી, 18 તક હો ગઈ મુન્ની પ્યારી, ફિર તો સિલસિલા ચલતા રહા, જબ તક હમને ઉઠાઈ બંદૂક, ઔર માર દી સાંડ કી આંખ'. આ પોસ્ટ સાથે ભૂમિ પેડણેકરે #bullseye પણ યુઝ કર્યો છે.




ઉલ્લેખનીય છે કે આ પહેલા તાપસી પન્નુએ પોતાનો લૂક રિવીલ કર્યો હતો. તાપસી પન્નુએ ‘સાંડ કી આંખ’નો લુક શૅર તો કર્યો, પરંતુ સાથે જ વસવસો પણ વ્યક્ત કર્યો છે. આ ફિલ્મમાં ચન્દ્રો તોમરના પાત્રમાં તાપસી જોવા મળવાની છે. તેની સાથે ભૂમિ પેડણેકર પ્રકાશી તોમરના રોલમાં જોવા મળશે. ફિલ્મનો જે ફોટો તાપસીએ શૅર કર્યો છે એમાં તે નવી દુલ્હનના લુકમાં જોવા મળી રહી છે. આ ફોટોની સાથે તાપસીએ પોતાની લાગણી પણ ઉમેરી છે. આ ફોટોને ટ્‍‍વિટર પર શૅર કરીને તાપસીએ ટ્વીટ કર્યું હતું કે ‘૨૦ની ઉંમરમાં લગ્ન થયાં હતાં. મને ખાતરી છે કે ડેટિંગ લાઇફ જ નથી મળી.’


આ પણ વાંચોઃ વ્હાઈટ ડ્રેસમાં મલાઈકાનો કાતિલ લૂક, જોઈને થઈ જશો દીવાના

ફિલ્મ સાંડ કી આંખ અનુરાગ કશ્યપ અને નિધિ તોમરે મળીને પ્રોડ્યૂસ કરી છે. જ્યારે રિલાયંસ એંટરટેનમેન્ટના બેનર નીચે તુષાર હિરાનંદાણી પહેલી ફિલ્મ ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મના પોસ્ટમાં રીલિઝ ડેટનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દીવાળી પર રીલિઝ થશે.

 

Whatsapp-channel Whatsapp-channel

08 July, 2019 02:26 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK