Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તેમના આશીર્વાદને હું ક્યારેય નહીં ભૂલું

તેમના આશીર્વાદને હું ક્યારેય નહીં ભૂલું

27 April, 2024 10:55 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રેખાએ બેબી બમ્પ પર કિસ કરતાં રિચા ચઢ્ઢાએ કહ્યું...

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


રેખા હાલમાં જ રિચા ચઢ્ઢાના બેબી બમ્પ પર પ્રેમથી કિસ કરતી જોવા મળી હતી. સંજય લીલા ભણસાલીના વેબ-શો ‘હીરામંડી : ધ ડાયમન્ડ બઝાર’ના સ્ક્રીનિંગમાં રિચા અને રેખાએ હાજરી આપી હતી. રિચા હાલમાં પ્રેગ્નન્ટ છે. આ ઇવેન્ટમાં ઘણી સેલિબ્રિટીઝ હાજર હતી. રિચા પ્રત્યે પ્રેમ દેખાડતાં રેખા નીચે બેસીને તેના બેબી બમ્પ પર કિસ કરતી જોવા મળી હતી. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થયો છે. એને જોઈને સોશ્યલ મીડિયા પર રેખાની વાહવાહી થઈ રહી છે. આ વિશે વાત કરતાં રિચા કહે છે, ‘રેખાજી જેવી વ્યક્તિ પાસેથી વખાણ સાંભળવાં અને પ્રેમ મેળવવો એને હું આજીવન યાદ રાખીશ. આનાથી મોટી વાત મારા માટે કોઈ નહીં હોય. આ સિરીઝમાં મારું એક ગીત છે, જે સોલો મુજરો છે. એ માટે મેં રેખાજીના ‘ઉમરાવ જાન’ પરથી પ્રેરણા લીધી હતી. તેઓ મારી પ્રેરણા છે, મારા હીરો છે અને એક આઇકન કોને કહેવાય એ જાણવું હોય તો એ રેખાજી છે. મારા પર્ફોર્મન્સ માટે તેમણે જે વખાણ કર્યાં છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વનાં છે. જે દિવસે તેમણે મને આશીર્વાદ આપ્યા એ હું કોઈ દિવસ નહીં ભૂલું.’


Whatsapp-channel Whatsapp-channel

27 April, 2024 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK