Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘RC15’ના ડિરેક્ટર પાત્રોને લાર્જર ધૅન લાઈફ બનાવે છે : કિયારા અડવાણી

‘RC15’ના ડિરેક્ટર પાત્રોને લાર્જર ધૅન લાઈફ બનાવે છે : કિયારા અડવાણી

03 July, 2022 06:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારી આસપાસ જે થતું એને હું જોયા કરતી હતી. અમે ગયા વર્ષે નવેમ્બરથી શૂટિંગ શરૂ કર્યું હતું અને હવે ટૂંક સમયમાં આગામી શેડ્યુલ માટે જઈશું. આ મારી પહેલી પેન-ઇન્ડિયા ફિલ્મ છે. હું સુપર-એક્સાઇટેડ છું.’

‘RC15’ના ડિરેક્ટર પાત્રોને લાર્જર ધૅન લાઈફ બનાવે છે : કિયારા અડવાણી

‘RC15’ના ડિરેક્ટર પાત્રોને લાર્જર ધૅન લાઈફ બનાવે છે : કિયારા અડવાણી


કિયારા અડવાણીએ ‘RC15’ના ડિરેક્ટર એસ. શંકરને જિનીયસ કહ્યા છે. આ ફિલ્મમાં તે રામ ચરણ સાથે કામ કરી રહી છે. ડિરેક્ટર સાથે કામ કરવાના અનુભવને તેણે અનોખો જણાવ્યો છે. તાજેતરમાં કિયારાની ‘જુગ જુગ જિયો’ રિલીઝ થઈ છે. તે વિકી કૌશલ અને ભૂમિ પેડણેકર સાથેની ‘ગોવિંદા નામ મેરા’માં પણ દેખાવાની છે. એસ. શંકરની પ્રશંસા કરતાં  કિયારાએ કહ્યું કે ‘મને હજી સુધી મારા કૅરૅક્ટર વિશે વધુ માહિતી આપવાની પરવાનગી નથી. હું એટલું કહીશ કે એ અલગ વિશ્વ હશે. અમે જાણીએ છીએ કે જિનીયસ શંકર સર કોઈ પણ સ્ટોરી અને પાત્રને લાર્જર ધૅન લાઇફ બનાવી દે છે. તેઓ જાદુગર છે અને તેમની સાથે કામ કરીને મને ઘણુંબધું શીખવા મળ્યું છે. સેટ પર હું સ્પૉન્જ સમાન હતી. મારી આસપાસ જે થતું એને હું જોયા કરતી હતી. અમે ગયા વર્ષે નવેમ્બરથી શૂટિંગ શરૂ કર્યું હતું અને હવે ટૂંક સમયમાં આગામી શેડ્યુલ માટે જઈશું. આ મારી પહેલી પેન-ઇન્ડિયા ફિલ્મ છે. હું સુપર-એક્સાઇટેડ છું.’


Whatsapp-channel Whatsapp-channel

03 July, 2022 06:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK