રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં હૈદરાબાદના વિજયના નિવાસસ્થાને નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી અને હવે તેઓ વહેલી તકે લગ્નબંધનમાં બંધાવા તૈયાર છે
રશ્મિકા મંદાના, વિજય દેવરકોંડા
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ ગયા વર્ષે ઑક્ટોબરમાં હૈદરાબાદના વિજયના નિવાસસ્થાને નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં સગાઈ કરી હતી અને હવે તેઓ વહેલી તકે લગ્નબંધનમાં બંધાવા તૈયાર છે અને તેમનાં લગ્નની તારીખની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. રશ્મિકા અને વિજયનાં લગ્નની ચર્ચા વચ્ચે રિપોર્ટ છે કે નેટફ્લિક્સે આ કપલને તેમનાં ભવ્ય લગ્નના એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ રાઇટ્સ માટે ૬૦ કરોડ રૂપિયાની ઑફર આપી હતી. આ ડીલ મુજબ ચાહકોને લક્ઝરી ડેસ્ટિનેશન વેડિંગ જોવાની તક મળી હોત, પરંતુ મળતી માહિતી પ્રમાણે કપલે આ પ્રસ્તાવ નકાર્યો છે. મળતી માહિતી પ્રમાણે ભૂતકાળમાં સેલિબ્રિટીનાં લગ્નના વિડિયોને લઈને થયેલા કાનૂની વિવાદને ધ્યાનમાં રાખીને તેઓ વધુ અલર્ટ છે.


