રણવીરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી શૅર કરી છે, જેમાં તેના લુકની રંગોળી બનેલી દેખાઈ રહી છે.
આ લુકવાળી રંગોળી બનાવી છે, જેને રણવીરે તેના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
રણવીર સિંહ હાલમાં તેની આગામી ફિલ્મ ‘ધુરંધર’ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં આ ફિલ્મનું ટાઇટલ-ટ્રૅક રિલીઝ થયું હતું, જે ફૅન્સને બહુ ગમ્યું છે. હવે રણવીરના એક ફૅને આ ફિલ્મમાં રણવીરના લુકથી પ્રભાવિત થઈને આ લુકવાળી રંગોળી બનાવી છે, જેને રણવીરે તેના સોશ્યલ મીડિયામાં શૅર કરી છે.
રણવીરે તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક સ્ટોરી શૅર કરી છે, જેમાં તેના લુકની રંગોળી બનેલી દેખાઈ રહી છે. રણવીરની એક મોટી ફૅન યુવતીએ તેના સોશ્યલ મીડિયામાં એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેણે ‘ધુરંધર’ના ટાઇટલ-ટ્રૅકના એક સીનને રંગોળીનું સ્વરૂપ આપ્યું છે. આ રંગોળી ખૂબ વિશાળ છે અને એની કૅપ્શનમાં તેણે લખ્યું છે, ‘જ્યારે કોઈ ગીત તમને ખૂબ ગમી જાય અને તમે એને અંતમાં રંગોળીનું સ્વરૂપ આપી દો ત્યારે..’


