આ સ્પાય થ્રિલરે માત્ર ત્રણ દિવસમાં ભારતમાં ૧૦૬.૫૦ કરોડ રૂપિયાની આવક કરી છે
‘ધુરંધર’નો સીન
શુક્રવારે રિલીઝ થયેલી રણવીર સિંહને લીડ રોલમાં ચમકાવતી ‘ધુરંધર’નું ભારતમાં નેટ બૉક્સ-ઑફિસ કલેક્શન ઓપનિંગ વીક-એન્ડમાં ૧૦૦ કરોડને પાર કરી ગયું છે. આ સ્પાય થ્રિલરે માત્ર ત્રણ દિવસમાં ભારતમાં ૧૦૬.૫૦ કરોડ રૂપિયાની આવક કરી છે. આ ફિલ્મે શુક્રવારે ધીમી શરૂઆત કરી હતી પણ પછી શનિવારે અને રવિવારે એમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આ ફિલ્મે ભારતીય બૉક્સ-ઑફિસ પર શુક્રવારે ૨૮.૬૦ કરોડ રૂપિયા, શનિવારે ૩૩.૧૦ કરોડ રૂપિયા અને રવિવારે ૪૪.૮૦ કરોડ રૂપિયાની એમ પહેલા વીક-એન્ડના અંતે કુલ ૧૦૬.૫૦ કરોડ રૂપિયાની નેટ કમાણી કરી છે.


