Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > શૉર્ટ કુરતી અને જીન્સનો ક્લાસિક ટ્રેન્ડ પાછો આવ્યો

શૉર્ટ કુરતી અને જીન્સનો ક્લાસિક ટ્રેન્ડ પાછો આવ્યો

Published : 04 February, 2026 02:14 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વર્ષ ૨૦૦૦ના દાયકામાં કૉલેજ જતી દરેક યુવતીના વૉર્ડરોબમાં એક વસ્તુ ચોક્કસ રહેતી, શૉર્ટ કુરતી અને જીન્સ. તાજેતરમાં આ ટ્રેન્ડ ફરી એક વાર પાછો ફર્યો છે, પણ આ વખતે એ માત્ર જૂની નકલ નથી પણ એમાં આધુનિક અને આરામદાયક ટચ પણ ઉમેરાયો છે

શૉર્ટ કુરતી અને જીન્સનો ક્લાસિક ટ્રેન્ડ

શૉર્ટ કુરતી અને જીન્સનો ક્લાસિક ટ્રેન્ડ


ફૅશનજગતમાં એક ખૂબ જાણીતી કહેવત છે કે જે જૂનું છે એ જ નવા સ્વરૂપે પાછું ફરે છે. આ વાત અત્યારે વર્ષ ૨૦૦૦ના દાયકાના સૌથી લોકપ્રિય ટ્રેન્ડ શૉર્ટ કુરતી અને જીન્સ માટે એકદમ સચોટ સાબિત થઈ રહી છે. જો તમે ૨૦૦૦ના દાયકામાં મોટા થયા હો તો તમને યાદ હશે કે એ સમયે કૉલેજ જતી દરેક યુવતીના વૉર્ડરોબમાં આ જોડી અનિવાર્ય હતી. આજે બે દાયકા પછી આ ઇન્ડો-વેસ્ટર્ન લુક ફરીથી ફૅશન રનવે અને સ્ટ્રીટ-સ્ટાઇલ પર ધૂમ મચાવી રહ્યો છે.

આજના આધુનિક વર્ઝનમાં કમ્ફર્ટ એટલે કે આરામ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. લો- વેસ્ટ જીન્સને બદલે હવે શૉર્ટ કુરતીને હાઈ-વેસ્ટ મૉમ જીન્સ, વાઇડ લેગ ડેનિમ અથવા ફ્લેર્ડ જીન્સ સાથે પહેરવામાં આવે છે. આનાથી યુવતીઓને વધુ ટૉલ અને એલિગન્ટ લુક મ‍ળે છે. હવે લોકો સિન્થેટિકને બદલે ઑર્ગેનિક મલમલ, લિનન અને ચિકનકારી જેવાં સૉફ્ટ મટીરિયલ વધુ પસંદ કરે છે. પહેલાંની ટાઇટ કુરતીઓેને બદલે હવે ઍન્ટિફિટ અથવા લૂઝ ફ્રૉક સ્ટાઇલ કુરતીઓ વધુ ટ્રેન્ડમાં છે, જે સ્ટાઇલિશ અને આરામદાયક રહે છે.



શૉર્ટ કુરતી અને જીન્સનું પુનરાગમન એ સાબિત કરે છે કે ભારતીય યુવતીઓ માટે આ માત્ર કપડાં નથી પણ એક લાગણી છે. એ ઑફિસ, કૉલેજ કે કૅઝ્યુઅલ આઉટિંગ માટે ગમે ત્યારે પહેરી શકાય એવો વર્સેટાઇલ પોશાક છે. જો તમે પણ આ સીઝનમાં કંઈક કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ શોધી રહ્યા હો તો આ ક્લાસિક ટ્રેન્ડને ચોક્કસ અજમાવો.


સ્ટાઇલિંગ ટિપ્સ

ઍક્સેસરીઝનું મહત્ત્વ: આ લુકને પર્ફેક્ટ બનાવવા માટે ઑક્સિડાઇઝ્ડ સિલ્વર જ્વેલરી સૌથી શ્રેષ્ઠ રહે છે. મોટા ઝુમકા અથવા ઑક્સિડાઇઝ્ડ ચોકર આ લુકમાં ચાર ચાંદ લગાવી દે છે.


ફુટવેઅરની પસંદગી : જો તમારે ટ્રેડિશનલ લુક જોઈએ તો મોજડી અથવા કોલ્હાપુરી ચંપલ પહેરો, પણ જો તમારે આધુનિક ટ્વિસ્ટ જોઈએ તો સફેદ સ્નીકર્સ એકદમ બેસ્ટ લાગશે.

લેયરિંગ : શૉર્ટ કુરતી પર ડેનિમ જૅકેટ અથવા સ્કૉલપ્ડ જૅકેટ લેયર કરવાથી એક નવો જ પાવર લુક તૈયાર થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 02:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK