દસ્તાવેજો પ્રમાણે તમામ યુનિટનો કુલ કાર્પેટ એરિયા ૬૯૬૮ ચોરસ ફુટ છે અને દરેક યુનિટનું કદ ૭૬૯થી ૮૫૨ ચોરસ ફુટ વચ્ચે છે
હૃતિક રોશન
રોશન-પરિવાર છેલ્લા કેટલાક સમયથી મુંબઈની પ્રૉપર્ટી માર્કેટમાં સતત મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હૃતિક રોશનની કંપનીએ અંધેરી-વેસ્ટમાં યુરા બિઝનેસ પાર્કના ત્રીજા અને ચોથા માળે ૧૦ નવાં ઑફિસ-યુનિટ્સ ખરીદ્યાં છે. પ્રૉપર્ટી-રજિસ્ટ્રેશનના દસ્તાવેજો પ્રમાણે આ તમામ ઑફિસ-યુનિટ્સની કુલ કિંમત ૨૮ કરોડ રૂપિયા છે અને આ ડીલ ૨૭ નવેમ્બરે રજિસ્ટર કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે આ દસમાંથી પાંચ યુનિટ HRX ડિજિટેક LLP નામની કંપનીએ ખરીદ્યાં છે. એ કંપનીમાં હૃતિક રોશન અને તેના પપ્પા રાકેશ રોશન ભાગીદાર છે. બાકીનાં પાંચ યુનિટ ફિલ્મકુંજ બૉમ્બે પ્રાઇવેટ લિમિટેડના નામે લેવામાં આવ્યાં છે. આ કંપનીમાં હૃતિક અને તેનાં મમ્મી પિન્કી રોશન ડિરેક્ટર છે.
ADVERTISEMENT
દસ્તાવેજો પ્રમાણે તમામ યુનિટનો કુલ કાર્પેટ એરિયા ૬૯૬૮ ચોરસ ફુટ છે અને દરેક યુનિટનું કદ ૭૬૯થી ૮૫૨ ચોરસ ફુટ વચ્ચે છે. આ પહેલાં તાજેતરમાં રાકેશ રોશન અને તેમનાં પત્ની પિન્કીએ અંધેરીમાં ૧૯.૬૮ કરોડ રૂપિયામાં પાંચ કમર્શિયલ યુનિટ ખરીદ્યાં હતાં તેમ જ હૃતિકની બહેન સુનયના રોશને પણ અંધેરી-ઈસ્ટમાં ૬.૪૨ કરોડ રૂપિયામાં બે ઑફિસ-યુનિટ ખરીદ્યાં છે.


