રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં બીજી વખત પેરન્ટ્સ બનવાનાં છે. આ પરિસ્થિતિમાં પાવર કપલ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યું હતું અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
બીજી વખત પેરન્ટ્સ બનતાં પહેલાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે લીધા સિદ્ધિવિનાયકના આશીર્વાદ
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં બીજી વખત પેરન્ટ્સ બનવાનાં છે. આ પરિસ્થિતિમાં પાવર કપલ પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે દર્શન કરવા પહોંચ્યું હતું અને બાપ્પાના આશીર્વાદ લીધા હતા.
સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વિડિયોમાં દીપિકા અને રણવીર કડક સુરક્ષા વચ્ચે સિદ્ધિવિનાયક મંદિર તરફ જતાં જોવા મળી રહ્યાં છે. રણવીરે કુર્તા-પાયજામો પહેર્યો છે, જ્યારે દીપિકા સલવાર-સૂટમાં સજ્જ છે અને તેણે દુપટ્ટો ઓઢ્યો છે. દીપિકાએ વાળનો અંબોડો બનાવી એમાં ગજરો લગાવ્યો છે અને તેના ચહેરા પર પ્રેગ્નન્સી ગ્લો પણ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.