Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વડાલા મેટ્રો સાઇટ પર બે કામદારોનાં મોત બાદ કૉન્ટ્રૅક્ટર અને કન્સલ્ટન્ટને MMRDA દ્વારા ૬ કરોડ રૂપિયાનો દંડ

વડાલા મેટ્રો સાઇટ પર બે કામદારોનાં મોત બાદ કૉન્ટ્રૅક્ટર અને કન્સલ્ટન્ટને MMRDA દ્વારા ૬ કરોડ રૂપિયાનો દંડ

Published : 19 September, 2026 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વડાલા ટીટી પોલીસે પણ આ મામલે સાઇટ સુપરવાઇઝર તારિક ઉલ ઇસ્લામ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધ્યો છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વડાલામાં ભક્તિ પાર્ક મેટ્રો સ્ટેશનની બાંધકામ સાઇટ પર આયર્ન સ્ટેજિંગ ધરાશાયી થતાં બે કામદારોનાં મોત થયાની ઘટનામાં મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ કૉન્ટ્રૅક્ટર અને જનરલ કન્સલ્ટન્ટ સામે કુલ ૬ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તાજેતરમાં બનેલી આ દુર્ઘટના બાદ કરવામાં આવેલી વિગતવાર તપાસમાં બાંધકામ સાઇટ પર સલામતીના નિયમોમાં બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવામાં આવી હોવાનું MMRDAએ જણાવ્યું હતું.

MMRDAએ મેટ્રો 4ના કૉન્ટ્રૅક્ટર રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર-અસ્ટાલ્ડી જૉઇન્ટ વેન્ચરને પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે, જ્યારે જનરલ કન્સલ્ટન્ટના કન્સોર્ટિયમ DB એન્જિનિયરિંગ ઍન્ડ કન્સલ્ટિંગ, હિલ ઇન્ટરનૅશનલ અને લુઇસ બર્જર કન્સલ્ટિંગને ૧ કરોડનો દંડ કરવામાં આવ્યો છે.



વડાલા ટીટી પોલીસે પણ આ મામલે સાઇટ સુપરવાઇઝર તારિક ઉલ ઇસ્લામ સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK