Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યમાં અદિરાને જેકાંઈ કરવું હશે એમાં હું તેને સપોર્ટ કરીશ

ભવિષ્યમાં અદિરાને જેકાંઈ કરવું હશે એમાં હું તેને સપોર્ટ કરીશ

Published : 01 February, 2026 10:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાની મુખરજી કહે છે કે હું મારી દીકરીને શીખવી રહી છું કે ખુશી અને સન્માન સાથે ક્યારેય સમજૂતી ન કરવી

દિલ્હીની હોટેલ લીલા પૅલેસમાં દિલ્હી પોલીસની મહિલા અધિકારીઓ સાથે રાની મુખરજીનું ખાસ સેશન

દિલ્હીની હોટેલ લીલા પૅલેસમાં દિલ્હી પોલીસની મહિલા અધિકારીઓ સાથે રાની મુખરજીનું ખાસ સેશન


રાની મુખરજી તેની લેટેસ્ટ ફિલ્મ ‘મર્દાની 3’માં પોલીસ-ઑફિસરનો રોલ ભજવી રહી છે. હાલમાં રાનીએ દિલ્હી પોલીસની મહિલા અધિકારીઓ સાથે યોજાયેલા એક ખાસ સેશનમાં ભાગ લીધો હતો. આ સેશનમાં રાનીએ દીકરીના ઉછેર અને માતા તરીકે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આ સેશનમાં એક મહિલા પોલીસ-કર્મચારીએ રાનીને પ્રશ્ન કર્યો હતો કે શું તું ઇચ્છે છે કે તારી દીકરી અદિરા પણ મોટી થઈને અભિનેત્રી બને અને ફિલ્મોમાં કામ કરે? આ પ્રશ્નનો જવાબ આપતાં રાનીએ બહુ સહજ રીતે કહ્યું હતું, ‘હાલમાં મારી દીકરી અદિરા તાએ ક્વાન ડો શીખી રહી છે. હું ઇચ્છું છું કે મારી દીકરી શારીરિક અને માનસિક રીતે મજબૂત બને. તાએ ક્વાન ડો શીખવાથી આત્મવિશ્વાસ વધે છે અને અદિરા પોતાને પહેલાંથી વધુ મજબૂત અનુભવે છે. ભવિષ્યમાં અદિરા જેકંઈ કરવાનું પસંદ કરે એમાં હું હંમેશાં તેને સાથ આપીશ અને પૂરતો સપોર્ટ કરીશ.’



અદિરા વિશેની પોતાની લાગણી વ્યક્ત કરતાં રાનીએ કહ્યું હતું કે ‘આજના સમયમાં છોકરીઓનું મજબૂત અને આત્મનિર્ભર બનવું અત્યંત જરૂરી છે. સમાજમાં બદલાવ ત્યારે જ શક્ય બને છે જ્યારે મહિલાઓ પોતાના પર વિશ્વાસ રાખતાં શીખે. એક મા તરીકે હું મારી દીકરીને શીખવી રહી છું કે પોતાની ખુશી અને સન્માન સાથે ક્યારેય સમજૂતી ન કરવી.’


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK