Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફ્લિપરાચીના સૉન્ગની ધુરંધર સફળતાએ અપાવ્યું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સ્થાન

ફ્લિપરાચીના સૉન્ગની ધુરંધર સફળતાએ અપાવ્યું ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સ્થાન

Published : 01 February, 2026 11:52 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાહરિનના રૅપરના અક્ષય ખન્ના પર શૂટ કરવામાં આવેલા Fa9la ટ્રૅકને બિલબોર્ડ અરેબિયા ચાર્ટ્‍સ પર ઐતિહાસિક સફળતા મળી

બાહરિનના રૅપર ફ્લિપરાચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું

બાહરિનના રૅપર ફ્લિપરાચીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ તરફથી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું


બાહરિનના પ્રખ્યાત રૅપર ફ્લિપરાચીના ગીત ‘ફાસલા’એ મોટી સફળતા મેળવી છે. Fa9la તરીકે ઓળખાતા આ અરબી સૉન્ગને ‘ધુરંધર’માં અક્ષય ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતને બિલબોર્ડ અરેબિયા ચાર્ટ્‍સ પર ઐતિહાસિક સફળતા મળી છે જેને કારણે એને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સમાં સ્થાન મળ્યું છે.

આ ગીત ટૉપ ૧૦૦ આર્ટિસ્ટ, હૉટ ૧૦૦ ગીતો, ટૉપ ૫૦ ખલીજી અને ટૉપ ૫૦ અરેબિક હિપ-હૉપ એમ એકસાથે ચાર મુખ્ય બિલબોર્ડ અરેબિયા ચાર્ટ્‍સ પર નંબર વન પર પહોંચ્યું છે. આ રીતે એક જ ગીત દ્વારા સૌથી વધુ ચાર્ટ્‍સ પર ટૉપ પર રહેવાનો રેકૉર્ડ બન્યો છે. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ અરેબિયાએ આને સત્તાવાર માન્યતા આપી છે.



ફ્લિપરાચીએ આ સફળતા બાદ એક વિડિયો શૅર કર્યો છે, જેમાં તે ખુશી વ્યક્ત કરતાં કહે છે, ‘ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્‍સ, હબીબી! આ ખૂબ અદ્ભુત અનુભવ છે. મને એ વાતનું આશ્ચર્ય છે કે આ ગીત જે ભાષામાં ગવાયું નથી એ ભાષાની ફિલ્મને કારણે આટલું લોકપ્રિય છે.’


ફિલ્મ ‘ધુરંધર’માં આ ગીત અક્ષય ખન્ના પર શૂટ થયું છે. ગીતની એનર્જી અને બીટ્સને કારણે એ અત્યંત લોકપ્રિય થઈ ગયું અને ગીત રિલીઝ થતાં જ આ ગીત રીલ્સ, શૉર્ટ્‍સ, મીમ્સ અને ડાન્સ-વિડિયોમાં વાઇરલ થઈ ગયું; જેનાથી ફિલ્મની સફળતામાં પણ મોટું યોગદાન મળ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

01 February, 2026 11:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK