° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


‘લાલ રંગ 2’ લઈને આવ્યો રણદીપ હૂડા

21 January, 2023 03:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મમાં તે શંકરના રોલમાં દેખાવાનો છે

રણદીપ હૂડા

રણદીપ હૂડા

રણદીપ હૂડા ફિલ્મ ‘લાલ રંગ 2’નું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનો છે. આ ફિલ્મમાં તે શંકરના રોલમાં દેખાવાનો છે. ફિલ્મને સૈયદ અહમદ અફઝલ ​ડિરેક્ટ કરશે. એમાં અક્ષય ઑબૅરૉય અને પિયા બાજપાઈ પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મને રણદીપ અન્ય પ્રોડ્યુસરો સાથે મળીને પ્રોડ્યુસ કરી રહ્યો છે. ૨૦૧૬માં આવેલી ‘લાલ રંગ’ની આ સીક્વલ છે. હરિયાણાની આ સ્ટોરી ડાર્ક-કૉમેડી છે. એમાં રણદીપને એક ઇલ્લીગલ બ્લડ-બૅન્કનો માલિક બતાવવામાં આવે છે. ‘લાલ રંગ 2’નો પોતાનો લુક રણદીપે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. પોતાના કૅરૅક્ટર વિશે રણદીપે કહ્યું કે ‘શંકર મલિક એક એવું પાત્ર છે જે હંમેશાં મારા દિલની નજીક રહેશે. સાત વર્ષ બાદ પણ આ ફિલ્મ આજે પ્રાસંગિક છે અને એના ફૅન્સ પણ ઘણા છે. આ જ કારણ છે જેણે મને પ્રોડ્યુસર તરીકે આ નવી જર્નીની શરૂઆત કરવા માટે પ્રેરિત કર્યો. એમાં મને આનંદ તો આવે જ છે, પરંતુ સાથે જ એક જવાબદારીનો પણ એહસાસ લાગે છે.’

21 January, 2023 03:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

રાખી સાવંતની માતાનાં નિધન, હૉસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહી હતી કેન્સરની સારવાર

રાખી સાવંતએ અગાઉ ઘણી વખત મીડિયા સામે તેની માતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપી હતી

28 January, 2023 10:43 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ત્રીજા દિવસે પણ ‘પઠાણ’એ બોક્સ ઑફિસ પર મચાવી ધૂમ, આટલા કરોડની કરી કમાણી

શાહરૂખ ખાનની ફિલ્મ `પઠાણ` હિન્દી સિનેમા માટે વરદાન બનીને આવી છે. ગયા વર્ષે જે રીતે બોલિવૂડની ઘણી ફિલ્મો ફ્લોપ થઈ હતી. તેનાથી વિપરીત `પઠાણ`એ આ વર્ષની શરૂઆતમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હાથ ધર્યુ છે

28 January, 2023 08:35 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ઑથર હરિન્દર સિક્કાની નૉવેલ પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદ્યા દિનેશ વિજને

પ્રોડ્યુસર દિનેશ વિજને તેના પ્રોડક્શન હાઉસ મૅડોક ફિલ્મ્સના નેજા હેઠળ ઇન્ડિયન નેવી ઑફિસરમાંથી ઑથર બનેલા હરિન્દર સિક્કાની નૉવેલ ‘વિછોડા : ઇન ધ શૅડો ઑફ લૉન્ગિંગ’ પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ ખરીદી લીધા છે.

28 January, 2023 03:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK