‘બૉમ્બે વેલ્વેટ’નું ડિરેક્શન અનુરાગ કશ્યપે કર્યું હતું
ફાઇલ તસવીર
રણબીર કપૂર અને રણવીર સિંહ બન્નેની ગણતરી બૉલીવુડના ટોચના સ્ટાર્સ તરીકે થાય છે. આ જગ્યા પર પહોંચવા માટે બન્નેએ ભારે કૉમ્પિટિશનનો સામનો કર્યો છે. બહુ ઓછા લોકો જાણે છે ‘બૉમ્બે વેલ્વેટ’માં પહેલાં રણવીર સિંહને સાઇન કરવામાં આવ્યો હતો, પણ રણબીર કપૂરે તેના હાથમાંથી ફિલ્મ પડાવી લીધી હતી. જોકે રણબીરને તેનો આ નિર્ણય ભારે પડી ગયો હતો, કારણ કે આ ફિલ્મ સુપરફ્લૉપ સાબિત થઈ હતી.
‘બૉમ્બે વેલ્વેટ’નું ડિરેક્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. અનુરાગે હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન ખુલાસો કર્યો કે ‘આ ફિલ્મ માટે મારી પહેલી પસંદ રણવીર સિંહ હતો, પરંતુ તેની ફી અને બજેટની કેટલીક પરિસ્થિતિઓને કારણે રણવીર સાથે ફિલ્મ શક્ય નહોતી બની અને અંતે રણબીર કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
‘બૉમ્બે વેલ્વેટ’નું બજેટ આશરે ૯૦ કરોડ રૂપિયા હતું, પરંતુ એ બૉક્સ-ઑફિસ પર સુપરફ્લૉપ સાબિત થઈ હતી.


