રણબીર ઘણા વખતથી બંધ પડેલા તેના દાદા રાજ કપૂરે સ્થાપેલા RK ફિલ્મ્સના બૅનરને રીલૉન્ચ કરવાનો છે
રણબીર કપૂર
રણબીર કપૂર હાલમાં તેની આગામી ફિલ્મો ‘રામાયણ’ અને ‘બ્રહ્માસ્ત્ર 2’માં વ્યસ્ત છે ત્યારે રિપોર્ટ છે કે રણબીર ઘણા વખતથી બંધ પડેલા તેના દાદા રાજ કપૂરે સ્થાપેલા RK ફિલ્મ્સના બૅનરને રીલૉન્ચ કરવાનો છે. રણબીર આ બૅનર હેઠળ પોતાની પહેલી ફિલ્મ ડિરેક્ટ કરશે અને સાથોસાથ એમાં ઍક્ટિંગ પણ કરશે. ફિલ્મમાં તે અને તેની એક્સ-ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ લીડ રોલ કરવાનાં છે એવી ચર્ચા છે. હાલમાં અયાન મુખરજી અને ઍક્ટ્રેસ-ડિરેક્ટર કોંકણા સેન શર્મા મળીને આ ફિલ્મની વાર્તા લખી રહ્યાં છે અને આ પ્રોજેક્ટ પર આવતા વર્ષની દિવાળીમાં કામ શરૂ થઈ જશે એવી ધારણા છે.
રિપોર્ટ પ્રમાણે આ એક મૉડર્ન લવ-સ્ટોરી છે જેમાં અમેરિકામાં લગ્નજીવન ગાળતું એક દંપતી પોતાના પ્રેમ, જવાબદારીઓ અને પોતાની ઓળખ વચ્ચે તાલમેલ જાળવવાનો પ્રયાસ કરે છે અને એમાં જીવનની નાની-નાની ક્ષણોને વણી લેવામાં આવી છે.


