Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રિલીઝની પહેલાં જ રામાયણ ફિલ્મે તોડી નાખ્યો ધુરંધર 2નો એક રેકૉર્ડ

રિલીઝની પહેલાં જ રામાયણ ફિલ્મે તોડી નાખ્યો ધુરંધર 2નો એક રેકૉર્ડ

Published : 30 July, 2026 11:25 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રિલીઝની પહેલાં જ રામાયણ ફિલ્મે તોડી નાખ્યો ધુરંધર 2નો એક રેકૉર્ડ મ્યુઝિક-રાઇટ‍્સ વેચાયા અધધધ ૭૫ કરોડ રૂપિયામાં

રિલીઝની પહેલાં જ રામાયણ ફિલ્મે તોડી નાખ્યો ધુરંધર 2નો એક રેકૉર્ડ

રિલીઝની પહેલાં જ રામાયણ ફિલ્મે તોડી નાખ્યો ધુરંધર 2નો એક રેકૉર્ડ


રણબીર કપૂરની ‘રામાયણ’ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બે ભાગમાં બની રહેલી આ ફિલ્મમાં રણબીર, સની દેઓલ અને યશ જેવા સુપરસ્ટાર્સ જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે રિલીઝ બાદ આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કમાણીના નવા ઇતિહાસ રચી શકે છે. જોકે રિલીઝ પહેલાં જ ફિલ્મે એક મોટો રેકૉર્ડ પોતાના નામે કરી લીધો છે.
‘રામાયણ’ ફિલ્મે માત્ર નવો રેકૉર્ડ નથી બનાવ્યો, બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર 2’નો એક મહત્ત્વનો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે. રિપોર્ટ પ્રમાણે ટી-સિરીઝે ‘રામાયણ’ના તમામ ભાષાઓના 
મ્યુઝિક-રાઇટ્સ ૭૫ કરોડમાં રૂપિયામાં ખરીદી લીધા છે. આ સાથે જ હિન્દી સિનેમાના ઇતિહાસમાં કોઈ પણ ફિલ્મના મ્યુઝિક-રાઇટ્સ માટે થયેલી આ સૌથી મોટી ડીલ બની ગઈ છે. 
અત્યાર સુધી સૌથી મોટી મ્યુઝિક-રાઇટ્સ ડીલનો રેકૉર્ડ ‘ધુરંધર 2’ના નામે હતો કારણ કે એના મ્યુઝિક-રાઇટ્સ ૫૪ કરોડ રૂપિયામાં વેચાયા હતા. હવે ‘રામાયણ’ ફિલ્મે આ રેકૉર્ડ તોડીને હિન્દી સિનેમાની સૌથી મોટી મ્યુઝિક-ડીલનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 11:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK