આ બ્રૅન્ડ હેઠળ ટ્રાઉઝર્સ, વાઇટ ટી-શર્ટ્સ, ટેલર્ડ શર્ટ્સ વગેરે પણ મળશે. રણબીરે ગઈ કાલે પોતાના સ્ટોરમાં પોતાની જ બ્રૅન્ડનાં શૂઝ, ટી-શર્ટ પહેરીને ફોટો પડાવ્યા હતા.
રણબીર કપૂર
રણબીર કપૂરે ગઈ કાલે લાઇફસ્ટાઇલ અને ફૅશન બિઝનેસમાં એન્ટ્રી મારીને આર્ક્સ (ARKS) નામની પોતાની બ્રૅન્ડ લૉન્ચ કરી હતી અને બાંદરા-વેસ્ટમાં વૉટરફીલ્ડ રોડ પર પહેલો સ્ટોર શરૂ કર્યો હતો. રણબીર આ બ્રૅન્ડ પર છેલ્લાં ૧૦ વર્ષથી કામ કરી રહ્યો હતો અને આખરે વૅલેન્ટાઇન્સ ડે પર તેનું સપનું સાકાર થયું હતું. રણબીરની આ બ્રૅન્ડ મુખ્યત્વે સ્નીકર્સ એટલે કે સ્પોર્ટ્સ શૂઝની બ્રૅન્ડ છે અને આ બ્રૅન્ડ હેઠળ ટ્રાઉઝર્સ, વાઇટ ટી-શર્ટ્સ, ટેલર્ડ શર્ટ્સ વગેરે પણ મળશે. રણબીરે ગઈ કાલે પોતાના સ્ટોરમાં પોતાની જ બ્રૅન્ડનાં શૂઝ, ટી-શર્ટ પહેરીને ફોટો પડાવ્યા હતા.


