વિડિયોમાં રણબીરને આ લુકમાં જોતાં જ ભીડે ઉત્સાહમાં બૂમો પાડવાનું શરૂ કર્યું અને કેટલાક લોકો તેને ‘આવારા રણબીર’ કહીને બોલાવતા હતા.
રણબીર કપૂરનો આ લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે
હાલમાં રણબીર કપૂરનો એક લુક સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. આ લુકમાં રણબીર દાદા રાજ કપૂરની ૧૯૫૧ની આઇકૉનિક ફિલ્મ ‘આવારા’ના ‘રાજ’ના પાત્રના લુકમાં જોવા મળ્યો. આ લુકમાં રણબીર કાળો કોટ, ઢીલી ટોપી, જૂતા અને લાકડી પર લટકતી પોટલી સાથે જોવા મળ્યો હતો. લોકો તેને રાજ કપૂરને શ્રદ્ધાંજલિ આપવાના કોઈ ખાસ પ્રોજેક્ટનો ભાગ માની રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે રણબીર કપૂરનું ઓરિજિનલ નામ રણબીર રાજ કપૂર છે.
વિડિયોમાં રણબીરને આ લુકમાં જોતાં જ ભીડે ઉત્સાહમાં બૂમો પાડવાનું શરૂ કર્યું અને કેટલાક લોકો તેને ‘આવારા રણબીર’ કહીને બોલાવતા હતા. આ પછી રણબીરે હસતાં-હસતાં હાથ હલાવીને ચાહકોનું અભિવાદન કર્યું, પરંતુ કોઈની સાથે વાત કરી નહીં.


