Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણનું રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સ્ક્રીનિંગ યોજવાની તૈયારી

રામાયણનું રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સ્ક્રીનિંગ યોજવાની તૈયારી

Published : 15 October, 2026 09:05 AM | Modified : 15 October, 2026 09:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાંચમી નવેમ્બરે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવશે, જેમાં કેટલાક ખાસ મહેમાનો સામેલ થઈ શકે છે. આ જ દિવસે ફિલ્મ વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે.

રામાયણનું પોસ્ટર

રામાયણનું પોસ્ટર


નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’ વિશ્વભરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ સંજોગોમાં એવા રિપોર્ટ સામે આવ્યા છે કે પાંચમી નવેમ્બરે નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં પણ ફિલ્મનું વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવશે, જેમાં કેટલાક ખાસ મહેમાનો સામેલ થઈ શકે છે. આ જ દિવસે ફિલ્મ વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થવાની છે. 

હાલમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય નેતાઓ માટે સ્ક્રીનિંગ યોજવા માટે જરૂરી મંજૂરીઓ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. જોકે હજી સુધી આ કાર્યક્રમની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ વિશેષ સ્ક્રીનિંગમાં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવીની સાથે ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી પણ સામેલ થઈ શકે છે. આ ઉપરાંત ફિલ્મના નિર્માતાઓ આ પૌરાણિક ફિલ્મનાં બે પ્રીમિયર યોજવાની યોજના બનાવી રહ્યા હોવાના અહેવાલો પણ છે. તેમાંથી એક મુંબઈમાં અને બીજું દિલ્હીમાં યોજાઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2026 09:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK