Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રામાયણના પ્રમોશન પાછળ જ અંદાજે ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું પ્લાનિંગ

રામાયણના પ્રમોશન પાછળ જ અંદાજે ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું પ્લાનિંગ

Published : 27 July, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રણબીર કપૂરની `રામાયણ`નું ટ્રેલર ભલે મોકૂફ રાખવામાં આવ્યું હોય, પરંતુ ફિલ્મના વૈશ્વિક પ્રમોશન માટે અંદાજે 375 કરોડ રૂપિયાનું વિશાળ બજેટ ફાળવાયું હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

રામાયણ

રામાયણ


આ વર્ષની ચર્ચાસ્પદ ફિલ્મોમાં ‘રામાયણ’નો સમાવેશ થાય છે. રણબીર કપૂર અભિનીત આ ફિલ્મને બનાવવા માટે અંદાજે ૪૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ચાહકો ૨૪ જુલાઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ દિવસે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું હતું પણ નિર્માતાઓએ ટ્રેલરનું લૉન્ચિંગ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. એના કારણે ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. આ દરમ્યાન ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. હવે રિપોર્ટ પ્રમાણે ફિલ્મના પ્રમોશન પાછળ જ કુલ ૩૭૫ કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે.
સોની પિક્ચર્સે ‘રામાયણ’ના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ ખરીદ્યા છે અને કંપની ફિલ્મને વૈશ્વિક સ્તરે ભવ્ય રીતે રિલીઝ કરવાની તૈયારીમાં છે. સોની પિક્ચર્સ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રમોશન માટે જ અંદાજે ૨૩૫ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે. આ સિવાય ફિલ્મના નિર્માતાઓ પ્રમોશન માટે પોતાના તરફથી વધુ ૧૪૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રીતે સોની પિક્ચર્સ અને ફિલ્મના નિર્માતાઓ મળીને પ્રમોશન પાછળ કુલ અંદાજે ૩૭૫ કરોડ રૂપિયા ખર્ચશે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK