આ મામલો લગભગ ૯ વર્ષથી બાકી રહેલી ચુકવણી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. આ વિવાદમાં રામ ગોપાલ વર્માના અગાઉના પ્રોજેક્ટ્સ ‘સરકાર 3’ અને ‘ઑફિસર’નો પણ સમાવેશ થાય છે.
રામ ગોપાલ વર્માને પોલીસ કંપનીનું અટકી પડેલું શૂટિંગ ચાલુ કરાવવા આપવા પડ્યા ૧.૧૧ કરોડ રૂપિયા
હર્ષવર્ધન રાણેને લીડ રોલમાં ચમકાવતી રામ ગોપાલ વર્માની આગામી ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘પોલીસ કંપની’નું શૂટિંગ ૧૭ ઑગસ્ટે અટકાવી દેવામાં આવ્યું હતું. વર્સોવામાં આવેલા ફિલ્મના સેટ પર શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પલૉઈઝ (FWICE)ના સભ્યોએ ટેક્નિશ્યન અને દૈનિક વેતન પર કામ કરતા કર્મચારીઓની લાંબા સમયથી બાકી રહેલી ચુકવણીના મુદ્દે કામ બંધ કરાવી દીધું હતું. આ બાકી રકમ ચૂકવવાની માગણી વચ્ચે લગભગ પાંચ કલાક સુધી શૂટિંગ અટકેલું રહ્યું હતું.
આ મામલો લગભગ ૯ વર્ષથી બાકી રહેલી ચુકવણી સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. આ વિવાદમાં રામ ગોપાલ વર્માના અગાઉના પ્રોજેક્ટ્સ ‘સરકાર 3’ અને ‘ઑફિસર’નો પણ સમાવેશ થાય છે. FWICEની દરમ્યાનગીરી બાદ ૧.૧૧ કરોડ રૂપિયાની રકમ ફેડરેશનને ટ્રાન્સફર કરવામાં આવી હતી, ત્યાર બાદ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ કરી શકાયું હતું.
