Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પતિ રાજ કુન્દ્રા સાથે રકુલનાં લગ્નમાં પર્ફોર્મ કરશે શિલ્પા?

પતિ રાજ કુન્દ્રા સાથે રકુલનાં લગ્નમાં પર્ફોર્મ કરશે શિલ્પા?

20 February, 2024 06:15 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રકુલ અને જૅકી ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે. આ માટે તેમની લગ્નની સેરેમની શરૂ પણ થઈ ગઈ છે.

શિલ્પા શેટ્ટી કુન્દ્રા , રાજ કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા , રાજ કુન્દ્રા


શિલ્પા શેટ્ટી કુન્દ્રા તેના પતિ રાજ કુન્દ્રા સાથે રકુલ પ્રીત સિંહ-જૅકી ભગનાણીનાં લગ્નમાં પર્ફોર્મ કરશે એવી ચર્ચા છે. રકુલ અને જૅકી ૨૧ ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરવાનાં છે. આ માટે તેમની લગ્નની સેરેમની શરૂ પણ થઈ ગઈ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોટો પણ વાઇરલ થયા છે. આ લગ્નની ઇવેન્ટમાં શિલ્પા અને રાજ કુન્દ્રા પર્ફોર્મ કરવાનાં છે. તેઓ વાશુ ભગનાણીની ફૅમિલીના ખૂબ જ ક્લોઝ છે. આથી તેઓ આ લગ્નને એનર્જીથી ભરપૂર રાખવા માટે પર્ફોર્મ કરવાનાં હોવાની ચર્ચા ચાલી રહી છે. લગ્ન પહેલાં રકુલ અને જૅકી સિદ્ધિવિનાયકના મંદિરે આશીર્વાદ લેવા ગયાં હતાં. તેઓ ઘણી વાર જાહેરમાં સાથે જોવા મળ્યાં હતાં અને રેડ કાર્પેટ અથવા તો અન્ય સેલિબ્રિટીના વેડિંગ રિસેપ્શનમાં પણ સાથે હાજર રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

20 February, 2024 06:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK