હૃતિક રોશનને સુપરહીરો તરીકે ચમકાવતી ‘ક્રિશ’માં તેણે જે માસ્ક પહેર્યો હતો એના ડિઝાઇનિંગમાં લગભગ છ મહિના લાગ્યા હતા
હૃતિક રોશન
હાલમાં ફિલ્મમેકર ફારાહ ખાન પોતાના વ્લૉગ માટે રાકેશ રોશનના ઘરે ગઈ હતી. આ સમયે રાકેશ રોશને વાત-વાતમાં જણાવ્યું હતું કે હૃતિક રોશનને સુપરહીરો તરીકે ચમકાવતી ‘ક્રિશ’માં તેણે જે માસ્ક પહેર્યો હતો એના ડિઝાઇનિંગમાં લગભગ છ મહિના લાગ્યા હતા. વળી આ માસ્ક મીણનો હોવાથી એ પીગળી ન જાય એ માટે શૂટિંગ દરમિયાન હંમેશાં એક ઍર-કન્ડિશન્ડ બસ તહેનાત રાખવામાં આવતી હતી.
ફારાહે આ ચર્ચા દરમ્યાન રાકેશ રોશનને પૂછ્યું કે માસ્ક ડિઝાઇન કરવામાં કેટલો સમય લાગ્યો? આના જવાબમાં રાકેશ રોશને કહ્યું, ‘આમાં લગભગ છ મહિના લાગ્યા, કારણ કે અમે ડિઝાઇન કરી રહ્યા હતા કે હૃતિક પર કયો કૉસ્ચ્યુમ વધુ સારો લાગશે અને આ બધું કરતાં છ મહિના લાગ્યા. આ ફિલ્મમાં હૃતિકે પહેરેલો માસ્ક મીણનો બનેલો હતો. હૃતિક ત્રણથી ચાર કલાક સુધી માસ્ક પહેરતો હતો. ગરમીમાં મીણ પીગળી જતું હતું અને એટલે નવો માસ્ક પહેરવો પડતો હતો. આવું ન થાય એ માટે મેં એક AC બસ રાખી હતી જેમાં ૨૪ કલાક AC ચાલતું હતું.’


