શનિવારે ૪૦મી વર્ષગાંઠે તેની નવી ફિલ્મ માલિકનો લુક લૉન્ચ કરવામાં આવ્યો
ફિલ્મનું પોસ્ટર
‘સ્ત્રી 2’ની સફળતાને માણી રહેલા રાજકુમાર રાવને ગઈ કાલે ૪૦મી વર્ષગાંઠ પર અનોખી ગિફ્ટ મળી હતી. ગઈ કાલે તેની નવી ફિલ્મ ‘માલિક’નો લુક રિલીઝ કરવામાં આવ્યો છે. ‘માલિક’ ઍક્શન-થ્રિલર ફિલ્મ હશે. આ ફિલ્મમાં તેનો આક્રમક રોલ જોવા મળશે. ગૅન્ગસ્ટરના રોલમાં તેના ફૅન્સને તેનો એક અલગ જ અવતાર જોવા મળશે. એના ફર્સ્ટ લુક પોસ્ટર પર લખ્યું છે, ‘પૈદા નહીં હુએ તો ક્યા, બન તો સકતે હૈં.’ ભૂમિ પેડણેકરની આ વર્ષે રિલીઝ થયેલી ‘ભક્ષક’ને ડિરેક્ટ કરનાર પુલકિત આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યો છે. કુમાર તૌરાણી અને જય શેવકરમાણી એના પ્રોડ્યુસર છે. દેશનાં અનેક શહેરોમાં આ ફિલ્મનું શૂટિંગ થશે. પોતાનો લુક ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રાજકુમાર રાવે કૅપ્શન આપી છે, ‘માલિક કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ. શૂટ શુરુ હો ચુકા હૈ, જલ્દ હી મુલાકાત હોગી.’


