આ ફિલ્મનું મ્યુઝિક ‘જવાન’ના મ્યુઝિક ડિરેક્ટર અનિરુદ્ધ દ્વારા આપવામાં આવી રહ્યું છે.
રજનીકાન્ત અને અમિતાભ બચ્ચન
રજનીકાન્તનું કહેવું છે કે તેઓ ૩૩ વર્ષ બાદ તેમના મેન્ટર અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યા છે. લાયકા પ્રોડક્શન હાઉસ હેઠળ બની રહેલી આ ફિલ્મમાં રજનીકાન્ત લીડ રોલમાં છે અને તેમની સાથે અમિતાભ બચ્ચન, રાણા દગુબટ્ટી, ફહાદ ફાઝીલ અને મંજુ વૉરિયર કામ કરી રહી છે. આ ફિલ્મનું મ્યુઝિક ‘જવાન’ના મ્યુઝિક ડિરેક્ટર અનિરુદ્ધ દ્વારા આપવામાં આવી રહ્યું છે. અમિતાભ બચ્ચન સાથેનો ફોટો શૅર કરીને રજનીકાન્તે કૅપ્શન આપી હતી, ‘હું ૩૩ વર્ષ બાદ અદ્ભુત એવા મારા મેન્ટર શ્રી અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહ્યો છું. લાયકાની ‘થલાઇવર 170’ને ટી. જે. જ્ઞાનવેલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. મારી ખુશી સાતમા આસ્માને છે.’

