Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘જેલર’ બન્યા રજનીકાન્ત

‘જેલર’ બન્યા રજનીકાન્ત

18 June, 2022 02:39 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મેકર્સ દ્વારા ફર્સ્ટ લુક ટાઇટલ પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે. આ એક ઍક્શન ડ્રામા છે જેનું મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદર દ્વારા આપવામાં આવશે. નેલ્સન દિલીપકુમાર પહેલી વાર ‘જેલર’ દ્વારા રજનીકાન્ત સાથે કામ કરી રહ્યા છે.

રજનીકાન્ત

રજનીકાન્ત


રજનીકાન્તની આગામી ઍક્શન ફિલ્મનું નામ ‘જેલર’ રાખવામાં આવ્યું છે. રજનીકાન્તની આ ૧૬૯મી ફિલ્મ છે, જેને સન પિક્ચર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ ફિલ્મને લઈને રજનીકાન્તના ફૅન્સમાં ખૂબ જ તાલાવેલી હતી જેનું નામ આખરે રિલીઝ કરવી દેવામાં આવ્યું છે. મેકર્સ દ્વારા ફર્સ્ટ લુક ટાઇટલ પોસ્ટર પણ શૅર કરવામાં આવ્યું છે. આ એક ઍક્શન ડ્રામા છે જેનું મ્યુઝિક અનિરુદ્ધ રવિચંદર દ્વારા આપવામાં આવશે. નેલ્સન દિલીપકુમાર પહેલી વાર ‘જેલર’ દ્વારા રજનીકાન્ત સાથે કામ કરી રહ્યા છે. તેમની છેલ્લી ફિલ્મ વિજય થલપતિ સાથેની ‘બીસ્ટ’ હતી. ઐશ્વર્યા રાય બચ્ચન, સિવાકાર્તિકેયન, પ્રિયંકા અરુલ મોહન, રામ્યા ક્રિષ્નન અને યોગી બાબુ દરેકનો આ ફિલ્મમાં કામ કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમની સાથે વાતો ચાલી રહી છે. કન્નડ સુપરસ્ટાર શિવારાજકુમારે પણ કહ્યું છે કે તે આ ફિલ્મમાં કામ કરી રહ્યો છે અને એને બૅન્ગલોર અથવા તો મૈસૂરમાં શૂટ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

18 June, 2022 02:39 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK