મારા માટે આ એક યાદગાર સફર રહેશે. જોજો ખાન, નિકેત પાન્ડે અને હું રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છીએ. અમને ખાતરી છે કે આ ફિલ્મને લોકો જીવનભર યાદ રાખશે.’
આ રૈલે હૈ ‘બાપ’ લોગ
‘ઓમ : ધ બૅટલ વિધિન’ના રાઇટર રાજ સલુજાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને કહ્યું છે કે તેની ‘બાપ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં સંજય દત્ત, મિથુન, જૅકી શ્રોફ અને સની દેઓલ જોવા મળશે. રાજે શૅર કરેલા ફોટોમાં સંજય દત્ત, મિથુન અને જૅકી શ્રોફ ૯૦ના દાયકાના લુકમાં જોવા મળી રહ્યાં છે. આ એક રેટ્રો ઍક્શન ફિલ્મ છે. ફિલ્મ વિશે રાજે કહ્યું કે ‘આ ફિલ્મમાં કામ કરીને હું ખૂબ જ ઉત્સાહી છું. આ ફિલ્મમાં કામ કરવા માટે અહમદ ખાન સરે મને પસંદ કર્યો એ માટે હું તેમનો આભારી છું. મારા માટે આ એક યાદગાર સફર રહેશે. જોજો ખાન, નિકેત પાન્ડે અને હું રાઇટિંગ ડિપાર્ટમેન્ટ સંભાળી રહ્યા છીએ. અમને ખાતરી છે કે આ ફિલ્મને લોકો જીવનભર યાદ રાખશે.’