Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પુષ્પા પુષ્પા’નો ક્રેઝી ફૅન ડેવિડ વૉર્નર

‘પુષ્પા પુષ્પા’નો ક્રેઝી ફૅન ડેવિડ વૉર્નર

03 May, 2024 05:49 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પુષ્પા પુષ્પા’ ગીતની ઝલક ઇન્સ્ટાગ્રામ પર અલ્લુ અર્જુને શૅર કરી હતી.

અલ્લુ અર્જુન , ડેવિડ વૉર્નર

અલ્લુ અર્જુન , ડેવિડ વૉર્નર


અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 : ધ રૂલ’નું ‘પુષ્પા પુષ્પા’ ગીત બુધવારે રિલીઝ થયું છે. તેનાં ડાન્સ-સ્ટેપ્સ જોઈને તો ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વૉર્નર પણ ફિદા થઈ ગયો હતો. ૨૦૨૧માં રિલીઝ થયેલી ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ના ગીતે પણ લોકોને દીવાના બનાવ્યા હતા. સૌકોઈ તેનાં ડાન્સ-સ્ટેપ્સ પર ઝૂમી રહ્યા હતા. હવે ‘પુષ્પા પુષ્પા’ ગીત પણ લોકોને ખૂબ ગમી રહ્યું છે. આ ફિલ્મ ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ‘પુષ્પા પુષ્પા’ ગીતની ઝલક ઇન્સ્ટાગ્રામ પર અલ્લુ અર્જુને શૅર કરી હતી. એના પર કમેન્ટ કરતાં ડેવિડ વૉર્નરે લખ્યું, ‘ઓહ ડિયર ખૂબ જ સરસ છે. હવે અલ્લુ અર્જુન મારે આ શીખવું પડશે.’ તેને જવાબ આપતાં અલ્લુ અર્જુને લખ્યું હતું, ‘આ ખૂબ સરળ છે. આપણે જ્યારે મળીશું ત્યારે હું તને દેખાડીશ.’


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2024 05:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK