Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પૅટરનિટી લીવનો મુદ્દો ઉઠાવ્યો એટલે પતિ પર ઓવારી ગઈ પરિણીતિ ચોપડા

રાઘવ ચઢ્ઢાએ સંસદમાં પૅટરનિટી લીવનો મુદ્દો ઉઠાવ્યો એટલે પતિ પર ઓવારી ગઈ પરિણીતિ ચોપડા

Published : 02 April, 2026 11:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રાઘવ ચઢ્ઢાએ બાળકની સંભાળને એક સંયુક્ત ફરજ તરીકે રજૂ કરી હતી અને ભારતમાં એને કાનૂની માન્યતા આપવા સંસદમાં અપીલ કરી હતી

પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા ગયા વર્ષે ઑક્ટોબરમાં દીકરા નીરનાં પેરન્ટ્સ બન્યાં છે

પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા ગયા વર્ષે ઑક્ટોબરમાં દીકરા નીરનાં પેરન્ટ્સ બન્યાં છે


પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા ગયા વર્ષે ઑક્ટોબરમાં દીકરા નીરનાં પેરન્ટ્સ બન્યાં છે. હાલમાં પરિણીતિએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં સંસદમાં પૅટરનિટી લીવનો મુદ્દો ઉઠાવવા બદલ પતિની ભરપૂર પ્રશંસા કરી છે.

રાઘવ ચઢ્ઢાએ બાળકની સંભાળને એક સંયુક્ત ફરજ તરીકે રજૂ કરી હતી અને ભારતમાં એને કાનૂની માન્યતા આપવા સંસદમાં અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘એક પિતાને પોતાના નવજાત બાળકની સંભાળ અને પોતાની નોકરી વચ્ચે પસંદગી ન કરવી જોઈએ. એવી જ રીતે એક માતાને પોતાના પતિના સહયોગ વગર પ્રસવ અને ત્યાર બાદની પીડા સહન ન કરવી જોઈએ.’



હવે પરિણીતિ ચોપડાએ આ મુદ્દો સંસદમાં ઉઠાવવા બદલ પતિ રાઘવની પ્રશંસા કરતાં ગર્વ વ્યક્ત કર્યો અને લખ્યું, ‘મારા પ્રિય પતિ, આજે તમને માત્ર એક સંસદસભ્ય તરીકે નહીં, પરંતુ આપણા બાળકના પિતા તરીકે બોલતા જોવા એ ક્ષણ છે જેને હું લાંબા સમય સુધી યાદ રાખીશ. આજે તમે એ પિતા તરીકે વાત કરી જેને હું દરરોજ જોતી રહું છું.’


પરિણીતિએ જણાવ્યું કે જ્યારે રાઘવે પૅટરનિટી લીવની વાત કરી ત્યારે તે માત્ર નીતિગત મુદ્દો નહોતો, તેમના બાળકના પાલન-પોષણ અને સમજ પર આધારિત હતો. પરિણીતિએ આગળ લખ્યું, ‘બાળકના જન્મ સાથે માત્ર માતાનો જ નહીં, પિતાનો પણ જન્મ થાય છે. ઘણી માતાઓ આ જવાબદારી એકલી નિભાવે છે. આજે તમે તેમની આ એકલતાને સંસદમાં વ્યક્ત કરી. જો આનાથી કેટલાંક માતા-પિતાને, ખાસ કરીને માતાઓને વધુ સહયોગ મળવાનો અનુભવ થાય તો એ તેમના માટે મોટી જીત ગણાશે. એક આદર્શ પિતા અને એક આદર્શ નેતા બનવા બદલ આભાર. હું આ દરરોજ જોઉં છું, હવે ભારત પણ એને જોશે. મને હંમેશાં તમારા પર ગર્વ રહેશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

02 April, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK