પ્રોડ્યુસર આનંદ પંડિતે અમિતાભ બચ્ચનને આજે ૮૧ વર્ષ થતાં ૮૧૦૦ ઝાડ રોપ્યાં છે.
અમિતાભ બચ્ચન અને આનંદ પંડિત
પ્રોડ્યુસર આનંદ પંડિતે અમિતાભ બચ્ચનને આજે ૮૧ વર્ષ થતાં ૮૧૦૦ ઝાડ રોપ્યાં છે. આનંદ પંડિતે એન્વાયર્નમેન્ટ ઑર્ગેનાઇઝેશન ગ્રો-ટ્રીઝ.કૉમ સાથે મળીને આ ઝાડ રોપ્યાં છે. આ ઝાડ મહારાષ્ટ્રના રામટેક રીજનમાં રોપવામાં આવ્યાં છે. આ એરિયાને ‘અમિતાભ બચ્ચન ગ્રૂવ’ તરીકે ઓળખવામાં આવશે. ગ્રો-ટ્રીના ‘ટ્રીઝ ફૉર ટાઇગર્સ’ પ્રોજેક્ટ માટે આ વિસ્તારનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે આનંદ પંડિતે અમિતાભ બચ્ચનને ઈ-સર્ટિફિકેટ પણ આપ્યું હતું, જેમાં આ પ્રોજેક્ટની તમામ માહિતી આપવામાં આવી છે. આ માટે નાગપુર જિલ્લામાં આવેલા આ વિસ્તારમાં તેમના નામનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે. આ વિશે આનંદ પંડિતે કહ્યું કે ‘અમિતાભ બચ્ચને તેમના કામ દ્વારા લાખો લોકોનાં દિલ જીત્યાં છે. હવે ‘અમિતાભ બચ્ચન ગ્રૂવ’ ટાઇગર્સ માટે શેલ્ટરની મદદ પૂરી પાડશે. વાઘનું અસ્તિત્વ જાળવી રાખવા માટે તેમને મદદ કરવામાં આ એક પગલું છે.’


