પ્રિયંકા દરેક લુકમાં આકર્ષક લાગે છે, પણ સિદ્ધાર્થના મેંદી-સંગીતના સેલિબ્રેશનમાં તેણે પહેરેલા ૧૨ કરોડ રૂપિયાના નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ નેકલેસ તેના સ્ટ્રૅપલેસ ગાઉન સાથે પર્ફેક્ટ મૅચ થતો હતો.
મેંદી-સેરેમનીમાં ભાવિ ભાભી સાથે અને પોતાની મેંદી દેખાડતી પ્રિયંકા. તેની દીકરી માલતી મારીએ પણ મેંદી લગાડી હતી. ગઈ કાલની સંગીત સેરેમની માટે નિક જોનસ પણ આવી પહોંચ્યો હતો.
પ્રિયંકા ચોપડા હાલમાં પોતાના ભાઈ સિદ્ધાર્થ ચોપડાનાં લગ્નમાં હાજરી આપવા ભારત આવી છે. પ્રિયંકા દરેક લુકમાં આકર્ષક લાગે છે, પણ સિદ્ધાર્થના મેંદી-સંગીતના સેલિબ્રેશનમાં તેણે પહેરેલા ૧૨ કરોડ રૂપિયાના નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ નેકલેસ તેના સ્ટ્રૅપલેસ ગાઉન સાથે પર્ફેક્ટ મૅચ થતો હતો. આ નેકલેસ પહેલી નજરે બહુ મોંઘો હોવાની ખબર પડતી હતી. ફૅશન-ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના મતે એ લક્ઝરી બ્રૅન્ડનો ખાસ પીસ હતો અને એની કિંમત ૧૦થી ૧૨ કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

ADVERTISEMENT
પ્રિયંકાનો આ નેકલેસ પિન્ક ગોલ્ડમાંથી બનાવાયો છે અને એમાં નાના હીરા જડવામાં આવ્યા છે. આ નેકલેસમાં કીમતી રત્નો પણ જડેલાં છે. ભાઈની મેંદીમાં પ્રિયંકાએ પરંપરાગત ગ્રીન લેહંગા પહેરવાને બદલે ફ્લોરલ ગાઉન પહેરવાનું પસંદ કર્યું હતું. આ ગાઉનમાં મલ્ટિકલરમાં ફૂલની ડિઝાઇન હતી. આ ગાઉનના પ્રિન્સેસ-કટ કૉર્સેટને કારણે તેમ જ એને અનુરૂપ મેકઅપને લીધે પ્રિયંકા ચાર્મિંગ દેખાતી હતી.
પ્રિયંકાનો ભાઈ સિદ્ધાર્થ ફિલ્મ-પ્રોડ્યુસર છે અને તેણે તામિલ-તેલુગુ ઍક્ટ્રેસ નીલમ ઉપાધ્યાય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. બન્નેની મુલાકાત ૨૦૧૯માં થઈ હતી અને ત્યારથી તેઓ સાથે જ છે.


