અનુપમ ખેરની ડિરેક્ટર તરીકેની આ ફિલ્મ ૧૮ જુલાઈએ રિલીઝ થવાની છે
આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અનુપમ ખેર, બમન ઈરાની, કરણ ટૅકર અને નવોદિત અભિનેત્રી શુભાંગી સહિત આખી ટીમ રાષ્ટ્રપતિભવનમાં હાજર હતી
દેશનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિભવનમાં એક ખાસ શોમાં અનુપમ ખેરની ડિરેક્ટર તરીકેની આગામી ફિલ્મ ‘તન્વી ધ ગ્રેટ’ જોઈ અને એની દિલ ખોલીને પ્રશંસા કરી. આ ફિલ્મ ૧૮ જુલાઈએ વિશ્વભરમાં રિલીઝ થવાની છે. આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અનુપમ ખેર, બમન ઈરાની, કરણ ટૅકર અને નવોદિત અભિનેત્રી શુભાંગી સહિત આખી ટીમ રાષ્ટ્રપતિભવનમાં હાજર હતી. ફિલ્મ પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાળીઓ પાડીને ફિલ્મનાં વખાણ કર્યાં જેનાથી આખી ટીમ આનંદથી ઝૂમી ઊઠી.
અનુપમ ખેરે આ ઐતિહાસિક પળ વિશે વાત કરતાં કહ્યું કે આ મારા માટે ગર્વની સૌથી મોટી ક્ષણ છે. ‘તન્વી ધ ગ્રેટ’ ૧૮ જુલાઈએ વિશ્વભરનાં થિયેટરોમાં રિલીઝ થશે. અનુપમ ખેર સ્ટુડિયોઝે નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (NFDC) સાથે મળીને આ ફિલ્મ બનાવી છે.

