રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી ‘ગોલમાલ 5’ની પુરજોશમાં તૈયારી કરી રહી છે
‘ગોલમાલ 5’
રોહિત શેટ્ટી અને અજય દેવગનની જોડી ‘ગોલમાલ 5’ની પુરજોશમાં તૈયારી કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે બન્ને ડિસેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરીને માર્ચ મહિના સુધીમાં એને આટોપી દેવાના પ્લાનિંગમાં છે. ‘ગોલમાલ’ સિરીઝની પહેલી ફિલ્મ ‘ગોલમાલ : ફન અનલિમિટેડ’ હતી જે ૨૦૦૬માં રિલીઝ થઈ હતી. આ પછી ૨૦૦૮માં ‘ગોલમાલ રિટર્ન્સ’, ૨૦૧૦માં ‘ગોલમાલ 3’ અને ૨૦૧૭માં ‘ગોલમાલ અગેઇન’ આવી હતી. આ તમામ ફિલ્મોને બૉક્સ-ઑફિસ પર સફળતા મળી છે.


