જૉન એબ્રાહમ હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
જૉન એબ્રાહમ હાલમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર રાકેશ મારિયાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે અને તેની સાથે જૉનની આ પહેલી ફિલ્મ છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મના સેટ પરની તસવીર લીક થઈ છે જેમાં જૉનનો મૂછ સાથેનો પોલીસ-ઑફિસરનો લુક જોવા મળે છે. રાકેશ મારિયાએ પોતાની કરીઅરમાં ૧૯૯૩ના મુંબઈના બૉમ્બધડાકા અને 26/11ના મુંબઈ આતંકવાદી હુમલા ઉપરાંત બીજા અનેક હાઈ-પ્રોફાઇલ કેસનું નેતૃત્વ કર્યું છે.


