Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જય અને જિયાને શિમલાના મંદિરમાં લઈ ગઈ પ્રીતિ ઝિન્ટા

જય અને જિયાને શિમલાના મંદિરમાં લઈ ગઈ પ્રીતિ ઝિન્ટા

12 May, 2023 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્‍વિટર પર પ્રીતિએ ટ્વીટ કર્યું હતું કે ‘હું નાની હતી ત્યારે ઘણી વાર હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલા હતકોટીમાં આવેલા હાતેશ્વરી માતાના મંદિરની મુલાકાતે જતી હતી

પ્રીતિ ઝિન્ટા તેનાં જોડિયાં બાળકો જય અને જિયાને શિમલાના મંદિરમાં લઈ ગઈ હતી

પ્રીતિ ઝિન્ટા તેનાં જોડિયાં બાળકો જય અને જિયાને શિમલાના મંદિરમાં લઈ ગઈ હતી


પ્રીતિ ઝિન્ટા તેનાં જોડિયાં બાળકો જય અને જિયાને શિમલાના મંદિરમાં લઈ ગઈ હતી. તે તેના હોમટાઉનમાં આવેલા હાતેશ્વરી માતાના મંદિરની મુલાકાત લેવા માટે તેના પતિ જીન ગુડનફ સાથે ગઈ હતી. પ્રીતિએ ટ્‍વિટર પર તેની મંદિરની મુલાકાતના કેટલાક ફોટો પણ શૅર કર્યા હતા. તેણે માથા પર ઓઢણી પણ બાંધી હતી. ટ્‍વિટર પર પ્રીતિએ ટ્વીટ કર્યું હતું કે ‘હું નાની હતી ત્યારે ઘણી વાર હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલા હતકોટીમાં આવેલા હાતેશ્વરી માતાના મંદિરની મુલાકાતે જતી હતી. મારા બાળપણમાં આ મંદિર ઘણું મહત્ત્વનું રહ્યું છે અને હું હંમેશાં એનાથી કનેક્ટેડ રહી છું. હું હવે મમ્મી બની છું તો મારાં બાળકો સૌથી પહેલાં મંદિરની મુલાકાત લે તો એ આ જ અદ્ભુત મંદિર હોય એવી મારી ઇચ્છા હતી. મને ખાતરી છે કે જિયા અને જયને આ મુલાકાત યાદ નહીં રહે એથી અમે ફરી અહીં આવીશુ. મને પણ ખાતરી છે કે માતાજી મને ફરી બોલાવશે. જય મા દુર્ગા-જય મહિષાસુરમર્દિની. જો તમારામાંથી કોઈને પણ આ મંદિરની મુલાકાત લેવાનો ચાન્સ મળે તો ચૂકતા નહીં. આ મંદિર ખૂબ જ જાદુઈ અને રહસ્યમય છે. એની સુંદરતા પણ ખૂબ જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK