પ્રીતિ ઝિન્ટાએ જીન ગુડનફ સાથે લગ્ન કરતા પહેલા આ છ સેલેબ્સને ડેટ કર્યા હતા
પ્રીતિ ઝિન્ટા (ડાબે), યુવરાજ સિંહ (ઉપર), અભિષેક બચ્ચન (નીચે)
બૉલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ‘ડિમ્પલ ગર્લ’ તરીકે જાણીતી અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ હિમાચલ પ્રદેશમાં થયો હતો. અભિનેત્રી આજે તેનો ૪૭મો જન્મદિવસ ઉજવી રહી છે. એક સમય હતો જ્યારે પ્રીતિ ઝિન્ટા તેની લવ લાઈફને લઈને ઘણી ચર્ચામાં હતી. આજે અભિનેત્રીના જન્મદિવસના અવસરે મે તમને એવા સેલેબ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ પ્રીતિ ઝિન્ટા સાથે જોડવામાં આવ્યું છે.
અભિષેક બચ્ચન
ADVERTISEMENT
અભિષેક બચ્ચન અને પ્રીતિ ઝિન્ટાની કેમિસ્ટ્રી માત્ર સેટ પર જ નહીં પણ સેટની બહાર પણ બહુ જ ચર્ચામાં હતી. ‘કભી અલવિદા ના કહેના’ અને ‘ઝૂમ બરાબર ઝૂમ’ ફિલ્મોના સેટ પર બન્નેની દોસ્તીની લોકો ચર્ચા કરતા હતા. જોકે, જ્યારે અભિષેક અને પ્રીતિને તેમના સંબંધ વિશે પૂછવામાં આવ્યું ત્યારે બંને હંમેશા કહેતા હતા કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી સારા મિત્રો છે.
બ્રેટ લી
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સ્ટાર બ્રેટ લી થોડા સમય માટે પ્રીતિ ઝિન્ટાને ડેટ કરી રહ્યો હોવાની અફવા હતી. પ્રીતિએ હંમેશા આ સમાચારને નકારી કાઢ્યા હોવા છતાં, બ્રેટ પ્રીતિ પ્રત્યેની પોતાની લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરતો હતો.
માર્ક રોબિન્સન
પ્રીતિ ઝિન્ટા અને અભિનેતા-મોડેલ માર્ક રોબિન્સન માત્ર સારા મિત્રો જ નહીં પરંતુ તેમના સંબંધો મિત્રતા કરતા પણ વધુ હતા, તેવો દાવો અનેક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો. ફિલ્મોમાં જોડાતા પહેલા પ્રીતિ માર્કને મૉડલિંગ અસાઇનમેન્ટ માટે મળી હતી. તેમના અફેરની જેમ જ તેમના બ્રેક-અપની પણ ઘણી અટકળો કરવામાં આવી હતી.
નેસ વાડિયા
ભારતીય બિઝનેસમેન નેસ વાડિયા અને પ્રીતિ ઝિન્ટાના લિંકઅપના સમાચાર બહુ ચર્ચામાં હતા. બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. આ પછી વર્ષ 2009માં તેમના અલગ થવાના સમાચાર સામે આવ્યા હતા.
યુવરાજ સિંહ
ઈન્ડિયન પ્રિમિયર લીગ દરમિયાન યુવરાજ સિંહ અને પ્રીતિ ઝિન્ટાની મુલાકાત થઈ હતી. યુવરાજ પ્રીતિની કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) ટીમનો સ્ટાર બેટ્સમેન હતો. તેમના અફેરના અનેક અહેવાલો સામે આવ્યા હતા. જો કે, બંનેએ હંમેશા આવા લિંક-અપ સમાચારને નકારી કાઢ્યા હતા.
શેખર કપૂર
અભિનેતા-નિર્માતા શેખર કપૂર અને પ્રીતિ ઝિન્ટાનું નામ પણ જોડાયું હતું. બંનેના અફેરના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા. આટલું જ નહીં, શેખરની પત્નીએ પ્રીતિ પર તેમનું ઘર બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, પ્રીતિએ આ આરોપોને ખોટા ગણાવ્યા હતા.
જીન ગુડનફ
૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ પ્રીતિ ઝિન્ટાએ લૉસ એન્જલસમાં એક ખાનગી સમારંભમાં જીન ગુડનફ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સમારોહમાં માત્ર પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નના 2 વર્ષ પછી, પ્રીતિએ આખરે તેના નામમાં તેના પતિ જીનના નામના આદ્યાક્ષર ઉમેરવાનું નક્કી કર્યું અને તેને પ્રીતિ જી ઝિન્ટા નામ સાથે સોશ્યલ મીડિયા અપડેટ કર્યું હતું. થોડાક સમય પહેલાં જ તે જોડિયા બાળકોની માતા બની છે.

