ઍક્ટ્રેસ અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા ગઈ કાલે અમ્રિતસરના શ્રી હરમંદિર સાહિબ પહોંચી ગઈ હતી. પ્રીતિએ અહીં સેવા કરી હતી અને IPL 2026માં પંજાબ કિંગ્સની સફળતા માટે પ્રાર્થના કરી હતી. હાલમાં પંજાબ કિંગ્સ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા સ્થાને છે.
પ્રીતિ ઝિન્ટાએ ગઈ કાલે અમ્રિતસરના શ્રી હરમંદિર સાહિબમાં પંજાબ કિંગ્સની સફળતા માટે પ્રાર્થના કરી
ઍક્ટ્રેસ અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા ગઈ કાલે અમ્રિતસરના શ્રી હરમંદિર સાહિબ પહોંચી ગઈ હતી. પ્રીતિએ અહીં સેવા કરી હતી અને IPL 2026માં પંજાબ કિંગ્સની સફળતા માટે પ્રાર્થના કરી હતી. હાલમાં પંજાબ કિંગ્સ પૉઇન્ટ-ટેબલમાં ત્રીજા સ્થાને છે.
પ્રીતિએ આ પવિત્ર ગુરુદ્વારાની મુલાકાત લેતી વખતે પીળા રંગનો પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો અને માથું પણ ઢાંક્યું હતું.
મંદિર પરિસરમાં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિએ કહ્યું હતું કે ‘બસ, બાબાજીએ બોલાવી એટલે હું આવી ગઈ. પંજાબની ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. આશા છે કે ટીમ તમામ મૅચ જીતે. અમને ઘણો પ્રેમ મળી રહ્યો છે.’