Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > છપ્પર ફાડકે : ઇથિયોપિયન મહિલાએ ૧૨ વર્ષની પ્રતીક્ષા બાદ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

છપ્પર ફાડકે : ઇથિયોપિયન મહિલાએ ૧૨ વર્ષની પ્રતીક્ષા બાદ એકસાથે પાંચ બાળકોને જન્મ આપ્યો

Published : 11 May, 2026 02:39 PM | IST | Ethopia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૨ વર્ષ સુધી સંતાન ન થવાને કારણે સામાજિક મહેણાં અને માનસિક પીડા સહન કરનાર આ મહિલા માટે આ ક્ષણ કોઈ ચમત્કારથી ઓછી નથી.

બેદ્રિયા વ્યવસાયે ખેડૂત છે અને અચાનક વધેલા પરિવારના ભરણપોષણ માટે ચિંતિત છે

અજબ ગજબ

બેદ્રિયા વ્યવસાયે ખેડૂત છે અને અચાનક વધેલા પરિવારના ભરણપોષણ માટે ચિંતિત છે


ઇથિયોપિયાના હરારી પ્રાદેશિક રાજ્યમાં એક અત્યંત દુર્લભ અને આનંદદાયક ઘટના સામે આવી છે. લગ્નનાં ૧૨ વર્ષ સુધી સંતાનસુખથી વંચિત રહેલી ૩૫ વર્ષની બેદ્રિયા આદમ નામની મહિલાએ એકસાથે પાંચ બાળકો (ક્વિન્ટુપ્લેટ્સ)ને જન્મ આપ્યો હતો. કુદરતી રીતે પાંચ બાળકોના જન્મની ઘટના કરોડો કિસ્સામાં એકાદ વાર બનતી હોય છે, જેને પગલે તબીબી જગત પણ આશ્ચર્યચકિત છે.

સિઝેરિયન સેક્શન દ્વારા જન્મેલાં આ પાંચ બાળકોમાં ૪ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. પોતાની ખુશી વ્યક્ત કરતાં બેદ્રિયાએ જણાવ્યું હતું કે ‘હું મારી ખુશી શબ્દોમાં વર્ણવી શકતી નથી. મેં માત્ર એક સંતાન માટે પ્રાર્થના કરી હતી, પરંતુ અલ્લાહે મને એકસાથે પાંચ બાળકોના આશીર્વાદ આપ્યા છે.’



૧૨ વર્ષ સુધી સંતાન ન થવાને કારણે સામાજિક મહેણાં અને માનસિક પીડા સહન કરનાર આ મહિલા માટે આ ક્ષણ કોઈ ચમત્કારથી ઓછી નથી.


આ ગર્ભધારણ સંપૂર્ણપણે કુદરતી હતું. સામાન્ય રીતે IVF જેવી સારવારમાં એકથી વધુ બાળકોની શક્યતા રહે છે, પરંતુ કોઈ પણ તબીબી સહાય વિના ક્વિન્ટુપ્લેટ્સ (પાંચ બાળકો) હોવાની શક્યતા ૫.૫ કરોડ કિસ્સામાં એક હોય છે. જન્મેલાં તમામ બાળકોનું વજન ૧.૩થી ૧.૪ કિલોની વચ્ચે છે. 

બેદ્રિયા વ્યવસાયે ખેડૂત છે અને અચાનક વધેલા પરિવારના ભરણપોષણ માટે ચિંતિત છે. જોકે તેને આશા છે કે સરકાર અને સમુદાય તરફથી તેને મદદ મળશે.


Whatsapp-channel Whatsapp-channel

11 May, 2026 02:39 PM IST | Ethopia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK