Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘દસરા’ જેવી વધુ ફિલ્મો બને એવી ઇચ્છા વ્યક્ત કરી પ્રભાસે

‘દસરા’ જેવી વધુ ફિલ્મો બને એવી ઇચ્છા વ્યક્ત કરી પ્રભાસે

Published : 04 April, 2023 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેલુગુ સ્ટાર નાનીની આ ફિલ્મ ૩૦ માર્ચે થિયેટરમાં હિન્દી અને સાઉથની અન્ય ભાષામાં રિલીઝ થઈ છે

પ્રભાસ

પ્રભાસ


પ્રભાસે ‘દસરા’ જોયા બાદ આવી ફિલ્મો વધુ બને એવી ઇચ્છા વ્યક્ત કરી છે. તેલુગુ સ્ટાર નાનીની આ ફિલ્મ ૩૦ માર્ચે થિયેટરમાં હિન્દી અને સાઉથની અન્ય ભાષામાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ પણ છે. આ ફિલ્મને શ્રીકાંત ઓડેલાએ લખી અને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ લોકોને પણ ખૂબ પસંદ પડી રહી છે. મહેશ બાબુને પણ આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. હવે ‘દસરા’ જોયા બાદ ઇન્સ્ટાસ્ટોરી પર પ્રભાસે લખ્યું કે ‘હાલમાં જ મેં ‘દસરા’ જોઈ છે. અદ્ભુત ફિલ્મ છે. મને એ ખૂબ ગમી છે. આ ફિલ્મ કરવા માટે નાનીને અભિનંદન. ડિરેક્ટર શ્રીકાંત ઓડેલા, કીર્તિ અને આખી ટીમે પ્રશંસનીય કામ કર્યું છે. આપણે આવી ફિલ્મો વધુ બનાવવાની જરૂર છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2023 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK