RRR’ વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘અદ્ભુત. ‘નાટુ નાટુ’ની પૉપ્યુલરિટી ગ્લોબલ છે

નરેન્દ્ર મોદી
પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઇન્ડિયાને બે ઑસ્કર અપાવનારને શુભેચ્છા પાઠવી હતી. ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો છે અને ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ને બેસ્ટ ડૉક્યુમેન્ટરી શૉર્ટ ફિલ્મનો અવૉર્ડ મળ્યો છે. આમ ઇન્ડિયાને બે અવૉર્ડ મળ્યા છે. ‘RRR’ વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે ‘અદ્ભુત. ‘નાટુ નાટુ’ની પૉપ્યુલરિટી ગ્લોબલ છે. આ ગીતને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. એમ. એમ. કીરાવાણીને ઘણી શુભેચ્છા. ચંદ્રબોઝ અને સમગ્ર ટીમને આ સન્માન માટે શુભેચ્છા. ઇન્ડિયા ખૂબ જ ખુશ છે અને ગર્વિત છે.’
‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ વિશે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ‘કાર્તિકી, ગુનીત મોન્ગા અને ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ની સમગ્ર ટીમને શુભેચ્છા. નેચર સાથે આપણે કેવી રીતે હળીમળીને રહી શકીએ એ વાતના મહત્ત્વ તેમણે તેમના કામ દ્વારા ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે.’