Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આ તો હજી શરૂઆત છે: જુનિયર એનટીઆર

આ તો હજી શરૂઆત છે: જુનિયર એનટીઆર

14 March, 2023 01:10 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી વાર ઇન્ડિયન ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’ને ઑસ્કર મળતાં તેણે આવું કહ્યું

જુનિયર એનટીઆર ઑસ્કર અવૉર્ડ સાથે

Oscar Awards

જુનિયર એનટીઆર ઑસ્કર અવૉર્ડ સાથે


જુનિયર એનટીઆરનું કહેવું છે કે ‘નાટુ નાટુ’ને ઑસ્કર મળ્યો એ તો હજી ફક્ત શરૂઆત છે. ‘RRR’ના ગીત ‘નાટુ નાટુ’ને બેસ્ટ ઓરિજિનલ સૉન્ગનો અવૉર્ડ મળ્યો છે. આ અવૉર્ડ લૉસ ઍન્જલસમાં યોજાયો હતો, જેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ સહિત ફિલ્મની ટીમે હાજરી આપી હતી. ફિલ્મને અવૉર્ડ મળતાં જુનિયર એનટીઆરે કહ્યું કે ‘મારાં ઇમોશનને હું હાલમાં શબ્દોમાં એક્સપ્રેસ નથી કરી શકતો. આ ફક્ત ‘RRR’ની જીત નથી, પરંતુ એક દેશ તરીકે ઇન્ડિયાની જીત છે. મારું માનવું છે કે આ તો ફક્ત શરૂઆત છે. આ આપણને દેખાડે છે કે ઇન્ડિયન સિનેમા ક્યાં સુધી જઈ શકે છે. કીરાવાણી ગારુ અને ચંદ્રબોસ ગારુને ખૂબ-ખૂબ અભિનંદન. એ વાત તો નક્કી છે કે માસ્ટર સ્ટોરીટેલર એસ. એસ. રાજામૌલી વગર આમાંનું કંઈ જ શક્ય નહોતું. દર્શકોએ પણ અમારા પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો છે.’

 હું ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ની ટીમને પણ શુભેચ્છા પાઠવું છું જેમણે આજે જીતીને ઇન્ડિયાને વધુ એક ઑસ્કરઅપાવ્યો છે. - જુનિયર એનટીઆર


Whatsapp-channel Whatsapp-channel

14 March, 2023 01:10 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK