Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક જ દિવસે લાડકાં પેટ્સ ડૉગી બેલા ને કૅટ જૅસ્મિનના અવસાનને પગલે દિશા પાટની ભારે શોકમાં

એક જ દિવસે લાડકાં પેટ્સ ડૉગી બેલા ને કૅટ જૅસ્મિનના અવસાનને પગલે દિશા પાટની ભારે શોકમાં

Published : 26 June, 2026 12:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં દિશા પાટનીના ઘરે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. દિશા ઍનિમલ-લવર છે અને તેનાં લાડકાં પેટ્સ ડૉગી બેલા અને કૅટ જૅસ્મિનનું અવસાન થયું છે.

દિશા પાટની તેના પેટ્સ સાથે

દિશા પાટની તેના પેટ્સ સાથે


હાલમાં દિશા પાટનીના ઘરે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. દિશા ઍનિમલ-લવર છે અને તેનાં લાડકાં પેટ્સ ડૉગી બેલા અને કૅટ જૅસ્મિનનું અવસાન થયું છે. પોતાનાં વહાલાં પેટ્સને ગુમાવ્યા બાદ દિશા સંપૂર્ણપણે ભાંગી પડી છે. દિશા અવારનવાર સોશ્યલ મીડિયા પર પોતાનાં પાળેલાં પ્રાણીઓ સાથેની સુંદર તસવીરો શૅર કરતી રહેતી હતી. ચોંકાવનારી વાત એ છે કે બેલા અને જૅસ્મિન બન્નેનું નિધન એક જ દિવસે થયું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

દિશાએ સોશ્યલ મીડિયા પર બેલાની સુંદર તસવીરો શૅર કરીને ઇમોશનલ સંદેશ લખ્યો હતો કે ‘મારી બેલા, મારા જીવનને આટલું સુંદર અને રંગીન બનાવવા બદલ તારો ખૂબ-ખૂબ આભાર. અમારા ઘરને અને મને તારી મમ્મી તરીકે પસંદ કરવા બદલ આભાર. તેં મને સાચા પ્રેમનો અર્થ શીખવ્યો. તારી આંખોમાં મને આખી દુનિયા દેખાતી હતી. હું તને ખૂબ યાદ કરું છું. દુનિયામાં સૌથી વધુ પ્રેમ હું તને જ કરું છું. દુનિયાનું સૌથી સુંદર બાળક... ભગવાન તારા આત્માને શાંતિ આપે. મારી સોલમેટ, મારી સુંદર બેલુ, હું હંમેશાં તારી આભારી રહીશ.’



દિશાએ પોતાની પ્રિય બિલાડી જૅસ્મિનને યાદ કરીને લખ્યું હતું કે ‘મારી જૅસ્મિન, અત્યાર સુધીની સૌથી વહાલી લાડલી બનવા બદલ તારો ખૂબ આભાર. મને તારી મમ્મી બનવાનો મોકો મળ્યો એ માટે હું તારી આભારી છું. તું હંમેશાં મારી પ્રિન્સેસ રહીશ. તારા નાનકડા પંજાથી મારા હાથને સ્પર્શ કરવો અને પ્રેમથી અવાજ કરવો એ દુનિયાનો સૌથી સુંદર અનુભવ હતો. આ લાગણીને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી. હું તને ખૂબ પ્રેમ કરું છું અને ખૂબ યાદ કરું છું. ભગવાન તારા આત્માને શાંતિ આપે, મારી દીકરી. તું હંમેશાં મારા હૃદયમાં જીવંત રહેશે મારી પ્રિન્સેસ જૅસ્મિન.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK