તેમણે ૧૩ મેએ દિલ્હીમાં સગાઈ કરી હતી

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડા
પરિણીતી ચોપડાએ કહ્યું કે આપના લીડર રાઘવ ચઢ્ઢા સાથે એક વાર બ્રેકફાસ્ટ કરવાથી તેને ખબર પડી ગઈ હતી તેની સાથે તે લાઇફ પસાર કરી શકે છે. તેમણે ૧૩ મેએ દિલ્હીમાં સગાઈ કરી હતી. આ સગાઈની સેરેમનીના કેટલાક ફોટો પરિણીતીએ ફરી શૅર કર્યા છે. આ ફોટો શૅર કરતાં પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘તમને જ્યારે જાણ થાય ત્યારે જ થાય છે. મેં તેની સાથે એક વાર બ્રેકફાસ્ટ કર્યો હતો અને મને ખબર પડી ગઈ હતી કે હું તેની સાથે લાઇફટાઇમ રહી શકુ છું. તે સૌથી અદ્ભુત વ્યક્તિ છે. શાંત રહેવું અને પ્રેરણા આપવી એ તેની તાકાત છે. તેનો સપોર્ટ, હ્યુમર અને ફ્રેન્ડશિપ ખૂબ જ મનોરંજક છે. તે મારું ઘર છે. અમારી એન્ગેજમેન્ટ પાર્ટી એક સપના બરાબર હતી જેમાં પ્રેમ, હાસ્ય, ઇમોશન્સ અને ડાન્સનો સમાવેશ થયો હતો.’