પરિણીતિએ `આપ` નેતા રાઘવ ચડ્ઢા સાથે 13મેના રોજ સગાઈ કરી હતી, જેમાં અનેક નેતા અને પરિવારના લોકો સામેલ થયા હતા. બહેન પ્રિયંકા ચોપડા પણ સગાઈ સેરેમનીમાં સામેલ થઈ હતી.
ફાઈલ તસવીર
પરિણીતિ ચોપરાએ (Parineeti Chopra) તાજેતરમાં જ રાઘવ ચડ્ઢા સાથે સગાઈ કરી. બન્નેએ દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત કપૂરથલા હાઉસમાં રિંગ્સ એક્સચેન્જ કરી હતી. હવે સગાઈ બાદ પરિણીતિ દિલ્હી અને પોતાના `દિલ` રાઘવ ચડ્ઢાને અલવિદા કહીને મુંબઈ પાછી આવી ચૂકી છે. પરિણીતિએ `આપ` નેતા રાઘવ ચડ્ઢા સાથે 13મેના રોજ સગાઈ કરી હતી, જેમાં અનેક નેતા અને પરિવારના લોકો સામેલ થયા હતા. બહેન પ્રિયંકા ચોપડા પણ સગાઈ સેરેમનીમાં સામેલ થઈ હતી.
હવે સગાઈના ઉત્સવ બાદ પરિણીતિ ચોપરા (Parineeti Chopra) મુંબઈ (Mumbai) પાછી આવી ચૂકી છે. 16 મેના લગભગ 3.30 -4 વાગ્યે પરિણીતિ દિલ્હીથી મુંબઈ જવા માટે નીકળી. ફ્લાઈટ પકડ્યા બાદ તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર પોસ્ટ કરી. સાથે જ ખૂબ જ ક્યૂટ અંદાજમાં દિલ્હીની સાથે-સાથે મંગેતર Raghv Chadhaને અલવિદા કહ્યું.
ADVERTISEMENT
`દિલ પીછે છોડકર જા રહી હું`
પરિણીતિ ચોપડાએ દિલ્હી ઍરપૉર્ટ પરથી એક તસવીર શૅર કરીને લખ્યું, `બાય બાય દિલ્લી. હું મારું દિલ પાછળ છોડીને જઈ રહી છું.`
લગ્નને લઈને આ બોલી પરિણીતિ
પરિણીતિ અને રાઘવ ચડ્ઢાના ઘરે હવે ટૂંક સમયમાં જ લગ્નની શરણાઈઓ ગૂંજશે. પ્રિયંકા ચોપડાએ જ્યારે તાજેતરમાં જ પરિણીતિ અને રાઘવ ચડ્ઢાને (Raghav Chadha) સગાઈની વધામણી આપીને તસવીર શૅર કરી, તો તેના પર એક્ટ્રેસે સુંદર કોમેન્ટ કરી હતી. પરિણીતિએ લખ્યું હતું કે મિમી દીદી હવે ટૂંક સમયમાં જ બ્રાઈડ્સમેડની ડ્યૂટી આવવાની છે, તૈયાર રહેજો. એટલે કે હવે ટૂંક સમયમાં જ પરિણીતિ અને રાઘવ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.
આ પણ વાંચો : શાહરુખનો દીકરો આર્યન ક્યારેય નહીં ભૂલે આ સેલ્ફી! કેવી રીતે આ તસવીરે તેને બચાવ્યો
પરિણીતિ ચોપડા અને રાઘવ ચડ્ઢાએ પોતાના રિલેશનશિપને બધાની છુપાવી રાખી. પણ કેટલાક મહિના પહેલા જ્યારે બન્નેએ એક સાથે મુંબઈમાં સ્પૉટ કરવામાં આવ્યા હતા, ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ. ત્યાર બાદ પરિણીતિ અને રાઘવ ઘણીવાર સાથે જોવા મળવા માંડ્યા. જો કે, લગ્ન કે રિલેશનશિપની વાત પૂછતા બન્ને હસીને એ વાતને ટાળી દેતા હતા.

