પંજાબીઓ વિશેની ખોટી માન્યતા તોડીને પરિણીતિએ કહ્યું...
પરિણીતિ ચોપડા
પરિણીતિ ચોપડાએ પંજાબીઓ વિશેની ખોટી માન્યતાઓને તોડી છે. તેણે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર તેના ચાહકો સાથે વાતચીત કરી હતી. આ દરમ્યાન તેણે ભારતમાં કઈ-કઈ ખોટી માન્યતાઓ છે એ વિશે વાત કરવા કહ્યું હતું. એક ચાહકે કહ્યું હતું કે સરદાર અને પંજાબીઓ તેમની વાતચીતમાં બલ્લે બલ્લેનો ઉપયોગ નથી કરતા. આ વિશે પરિણીતીએ પણ કહ્યું કે ‘હા, એ વાત સાચી છે. તેમ જ દરેક વસ્તુ ચક દે ફટ્ટે નથી હોતી. તેમ જ લસ્સી અમારું એકમાત્ર પીણું નથી.’


