આ તસવીરોમાં રાઘવ નવા લુકમાં જોવા મળ્યો હતો અને તે ખૂબ ડૅશિંગ દેખાતો હતો તથા પરિણીતિ વાઇટ શૉર્ટ ડ્રેસમાં સુંદર લાગતી હતી.
પરિણીતિએ કૅપ્શનમાં લખ્યું છે, ‘આ સાંજ મારા માટે ખાસ હતી`
પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાની ગણતરી પર્ફેક્ટ કપલ તરીકે થાય છે. હાલમાં આ જોડી પૅરિસમાં ફ્રેન્ચ ઓપનની ફાઇનલ મૅચની મજા માણવા ગઈ હતી અને તેમણે આ ફાઇનલ મૅચની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરોમાં બન્ને ઘણાં ખુશ દેખાય છે. પરિણીતિએ કૅપ્શનમાં લખ્યું છે, ‘આ સાંજ મારા માટે ખાસ હતી, કારણ કે એમાં ત્રણ વસ્તુઓ સામેલ હતી જે મને ખૂબ ગમે છે - પૅરિસ શહેર, ટેનિસ મૅચ અને મારો રાઘવ.’
આને કારણ તેમને માટે એક પર્ફેક્ટ ડેટ નાઇટ બની ગઈ. આ તસવીરોમાં રાઘવ નવા લુકમાં જોવા મળ્યો હતો અને તે ખૂબ ડૅશિંગ દેખાતો હતો તથા પરિણીતિ વાઇટ શૉર્ટ ડ્રેસમાં સુંદર લાગતી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો - ઘણા વખતે જયા બચ્ચન દેખાયાં ફુલ મૂડમાં
જયા બચ્ચનનો એક વિડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ તેમની સમાજવાદી પાર્ટીનાં સંસદસભ્ય પ્રિયા સરોજની સગાઈમાં પહોંચ્યાં હતાં. પ્રિયાએ ક્રિકેટર રિન્કુ સિંહ સાથે ૮ જૂને સગાઈ કરી હતી અને પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ તેમને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. જયા બચ્ચન જ્યારે સ્ટેજ પર ખડખડાટ હસી રહ્યાં હતાં એનો વિડિયો વાઇરલ થયો છે.

