Parineeti Chopra and Raghav Chadha announces pregnancy: અભિનેત્રી પરિણીતિ ચોપડા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાના જીવનમાં નવા મહેમામની એન્ટ્રી થવાની છે, કપલે સોશ્યલ મીડિયા દ્વારા આપી માહિતી
પરિણીતિ ચોપડા અને રાઘવ ચઢ્ઢા બનશે મમ્મી પપ્પા (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)
બોલિવૂડ (Bollywood)માં વધુ એક કપલના ઘરે પારણું બંધાવવાનું છે. અભિનેત્રી પરિણીતિ ચોપડા (Parineeti Chopra) અને આમ આદમી પાર્ટી (Aam Aadmi Paty)ના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)એ પ્રેગનેન્સીની જાહેરાત કરી છે. કપલે સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટ દ્વારા માહિતી આપી છે.
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના માતા-પિતા બનવા જઈ રહ્યાં છે. આ કપલે ઇન્સ્ટાગ્રામ પર ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. પોસ્ટમાં, એક સુંદર કેક શૅર કરવામાં આવી છે જેના પર 1+1=3 લખેલું છે અને તેની નીચે નાના પગ છાપેલા છે. આ સાથે, તેઓએ એકબીજાનો હાથ પકડીને ચાલતો એક વીડિયો પણ શેર કર્યો છે. પોસ્ટ શૅર કરતી વખતે, તેઓએ લખ્યું, ‘આપણું નાનું બ્રહ્માંડ…તેના માર્ગ પર છે. અનંત આશીર્વાદ.’
ADVERTISEMENT
અહીં જુઓ પોસ્ટઃ
View this post on Instagram
કપલે પ્રેગનેન્સી અનાઉન્સમેન્ટ કરી છે ત્યારથી સેલેબ્ઝ અને ફેન્સ તેમને અઢળક શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે.
સોશ્યલ મીડિયા પર આ ખુશખબર આવતાની સાથે જ ઘણા સ્ટાર્સ અભિનેત્રી અને તેના પતિને અભિનંદન આપી રહ્યા છે. હુમા કુરેશીએ લખ્યું, `અભિનંદન.` ભૂમિ પેડણેકરે ત્રણ રેડ હાર્ટ ઇમોજી બનાવ્યા છે. ટીના દત્તાએ પણ અભિનંદન આપ્યા છે. આ ઉપરાંત, સોનમ કપૂરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, `અભિનંદન પ્રિયતમ.` એટલું જ નહીં, પ્રિયંકા ચોપડા, કિયારા અડવાણીએ પણ અભિનંદન પાઠવ્યા છે. તે જ સમયે, ચાહકો પણ પરિણીતી-રાઘવને માતાપિતા બનવા બદલ અગાઉથી અભિનંદન આપી રહ્યા છે.
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા ઇન્ડસ્ટ્રીના સૌથી ક્યૂટ કપલ છે. આ કપલે વર્ષ ૨૦૨૩માં લગ્ન કર્યા હતા. તાજેતરમાં પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ (The Great Indian Kapil Show)માં દેખાયા હતા. આ દરમિયાન રાઘવે પરિણીતીની ગર્ભાવસ્થાનો સંકેત આપ્યો અને કહ્યું હતું કે, ‘અમે ટૂંક સમયમાં સારા સમાચાર શેર કરીશું.’ આખરે આ કપલે તેમના ચાહકોને સારા સમાચાર આપ્યા છે. હા, પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ આજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને ગર્ભાવસ્થાની જાહેરાત (Parineeti Chopra and Raghav Chadha announces pregnancy) કરી છે.
તમને જણાવી દઈએ કે, પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ ૨૦૨૩માં ડેટિંગ શરૂ કર્યું હતું, જોકે આ દંપતીએ ક્યારેય તેમના સંબંધો વિશે જાહેરમાં વાત કરી ન હતી. તે જ સમયે, મે ૨૦૨૩માં, તેમણે નવી દિલ્હી (New Delhi)ના કપૂરથલા હાઉસમાં સગાઈ કરીને આ સંબંધને ઓફિશ્યલ કર્યો હતો. આ પછી, તેઓએ સપ્ટેમ્બર ૨૦૨૩માં રાજસ્થાન (Rajasthan)ના ઉદયપુર (Udaipur)માં પરંપરાગત હિન્દુ વિધિઓ સાથે લગ્ન કર્યા હતા.
પરિણીતી ચોપડાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી નેટફ્લિક્સ (Netflix)ની અનટાઇટલ્ડ સિરીઝમાં જોવા મળશે. આ સાથે જ તે ઓટીટી (OTT) ડેબ્યૂ કરી રહી છે.


