Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નક્કી થઈ ગઈ પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ! જાણો ક્યારે અને ક્યાં થશે રિંગ સેરેમની

નક્કી થઈ ગઈ પરિણીતિ અને રાઘવ ચઢ્ઢાની સગાઈ! જાણો ક્યારે અને ક્યાં થશે રિંગ સેરેમની

09 May, 2023 09:16 PM IST | Mumbai
Harish Bhimani

છેલ્લા કેટલાય સમયથી બૉલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા (Prineeti Chopra) આપ નેતા રાઘવ ચઢ્ઢા (AAP Leader Raghav Chadha)સાથે નામ જોડાઈ રહ્યું છે. બંને અનેક વાર સાથે ડેટ પર જોવા મળ્યા છે. એવા સમયે હવે તેમની સગાઈની તારીખ સામે આવી ગઈ છે.

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા

પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢા


બૉલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપરા (Prineeti Chopra) આપ નેતા રાઘવ ચઢ્ઢા (AAP Leader Raghav Chadha)સાથે સગાઈ અને લગ્નને લઈ ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પરિણીતિ આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરવાની છે. છેલ્લા કેટલાક સમયથી બંનેની સગાઈ થઈ ચૂકી છે કે નહીં તે અંગે અટકળો ચાલી રહી હતી. એવામાં આખરે તેમની સગાઈની તારીખ સામે આવી છે. આ સાથે એ પણ જાણકારી મળી ગઈ છે કે પરિણીતિ અને રાઘવની સગાઈનું ડેસ્ટિનેશન શું છે. 

કપલના નજીકના સૂત્રોએ જણાવ્યું કે રાઘવ ચઢ્ઢા (Raghav Chadha)અને પરિણીતિ ચોપરા (Parineeti Chopra Engagement) શનિવારે એટલે કે 14મી મેના રોજ સગાઈ કરવા જઈ રહ્યા છે. તેમની સગાઈ દિલ્હીમાં થશે, જેમાં પરિવાર અને મિત્રો સહિત કુલ 150 મહેમાનો સામેલ થવાના અહેવાલ છે. જોકે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નનની તારીખ હજુ સુધી નક્કી થઈ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને આ વર્ષના અંતમાં લગ્ન કરી શકે છે.



આ પણ વાંચો: વિવાદોથી ઘેરાયેલી ‘ધ કેરલા સ્ટોરી’ ફિલ્મને ઉત્તર પ્રદેશ સરકારે ટૅક્સ-ફ્રી જાહેર કરી


નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ બંને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની મેચ જોવા માટે મોહાલીના સ્ટેડિયમ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્ટેડિયમમાં પહોંચેલા દર્શકોએ રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની એક ઝલક જોઈને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. તે જ સમયે, સ્ટેડિયમમાં આ બંનેની આવી તસવીર સામે આવી હતી. તસવીરમાં પરિણીતી ચોપરા રાઘવ ચઢ્ઢાના ખભા પર માથું રાખીને જોવા મળી હતી. તેની આ તસવીર વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી.   


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2023 09:16 PM IST | Mumbai | Harish Bhimani

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK